રાજુલા માં સહુ પ્રથમવાર વિરાટ શિવલિંગ બનાવવામાં આવ્યું
રાજુલા માં સહુ પ્રથમવાર વિરાટ શિવલિંગ બનાવવામાં આવ્યું
61000 રુદ્રાક્ષના પાળાઓમાંથી આ શિવલિંગ બનાવવા માં આવ્યું
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા ગુજરાત અને સૌરાષ્ટ્રના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠશે ત્યારે અમરેલી જિલ્લામા આવેલ રાજુલા શહેરમાં આવેલ પૌરાણિક કુંભનાથ અને સુખનાથ મંદિર આવેલ છે. અહીં બંને મંદિરોની મધ્યમાં આવેલ કૈલાસ ધામના પટાંગણમા 16 બ્રાહ્મણો દ્વારા 61,000 પંચમુખી રુદ્રાક્ષની વિરાટ શિવલિંગ બનાવી આરતી કરી ખુલ્લી મુકતા મોટી સંખ્યામાં ભવિક ભક્તો ઉમટી પડ્યા છે.આ પ્રથમ વખત હજારોની સંખ્યામાં રુદ્રાક્ષની શિવલિંગ બનાવતા આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અલગ અલગ 16 પ્રકારના રુદ્રાક્ષનો આ શિવલિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.રાજુલા પંથકમાં આવેલ કુંભનાથ સુખનાથ બંને મંદિર એક સાથે આવેલ છે આ મંદિર વર્ષોથી પૌરાણીક છે અહીં રુદ્રાક્ષની શિવલિંગ બનાવતા ભાવિક ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.આજથી આવતા સોમવાર સુધી 8 દિવસ સુધી આ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન રાખવામાં આવશે સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી આ શિવલિંગના દર્શન કરી શકાશે સાથે પૂજા અર્ચના અને મહાઆરતીઓ કરવામા આવશે અમરેલી જિલ્લામાં મોટાભાગના શહેર અને ગ્રામ્ય વિસ્તારના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે જેના કારણે શ્રાવણમાસ દરમ્યાન ભક્તિમય માહોલ વધુ જોવા મળશે.
16 દિવસથી તૈયારીઓ ચાલતી હતી ભાગવત સિમિતિ દ્વારા પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે પંચમુખી રુદ્રાક્ષની આ શિવલિંગનું ટ્રક્ચર વલસાડના ધરમપુરમાં બનાવવામાં આવ્યું છે 16 જેટલા બ્રાહ્મણો દ્વારા શિવલિંગ તૈયાર કરવામા આવી છે 8 દિવસ સુધી આ શિવલિંગ રાખવામાં આવશે અગાવ આ કમિટી દ્વારા અનેક જગ્યાએ શિવલિંગના આયોજન કરવામાં આવ્યા છે
જતીનભાઈ ભાગવત આચાર્યએ જણાવ્યું હતું કે, અમને એક વિચાર આવ્યો હતો અલગ અલગ શિવલિંગના આપણે દર્શન કર્યે છીએ તો શિવપુરાણમાં રુદ્રાક્ષનું મહત્વ છે રુદ્રાક્ષનું એટલે શિવલિંગ બનાવ્યું 2009માં આફ્રિકામાં શિવલિંગ બનાવ્યું હતું આ વર્ષે 61,000ના રુદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.