તસ્કરોના પરોણા: દાગીના અને રોકડ મળી રૂ.1.94 લાખની મતા ઉઠાવી ગયાં - At This Time

તસ્કરોના પરોણા: દાગીના અને રોકડ મળી રૂ.1.94 લાખની મતા ઉઠાવી ગયાં


પોપટપરામાં ખેડૂતના ઘરે તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાંથી દાગીના અને રોકડ સહિત 1.94 લાખની મતા ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. મૂળ ટંકારાના નેકનામ ગામના અને હાલ પોપટપરા વેરહાઉસની સામે રહેતા ખેડૂત સંજયભાઈ લવજીભાઈ દારોદ્રા (ઉ.વ.40)એ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પિતા એએસઆઈ હતા.જે સાતેક વર્ષ પહેલા નિવૃત થયેલ છે.
વધુમાં જણાવ્યું હતું કે, ગઇ તા.6ના રોજ પરિવારના તમામ સભ્યો સાથે નેકનામ ગામે આવેલી વાડીએ ખેતી કામ કરવા ગયા હતા. ગઈકાલે સાંજે કાકી પ્રભાબેને મકાનની શટર જાળી ખુલ્લી હોવાનું કહેતા તત્કાળ પત્ની સાથે ઘરે આવી તપાસ કરતાં મુખ્ય ડેલાનો દરવાજો તો બહારથી લોક હતો પરંતુ અંદરથી કોઈએ સ્ટોપર મારી દીધી હતી. પાડોશી દુકાનદાર ગણેશભાઈએ વંડી ઠેકી સ્ટોપર ખોલી હતી.
મકાનના દરવાજાના શટર પણ ખુલ્લા જોવા મળ્યા હતા અને તેનું તાળુ તૂટેલું હતું. અંદર બંને રૂમના દરવાજા ખુલ્લા હતા. તેના પિતાના રૂમમાં આવેલા કબાટનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તિજોરીનો લોક બળ વાપરી તોડી નંખાયો હતો.
જેમાં રાખેલી સોનાની હાસડી, સોનાનો પેન્ડન્ટ સાથેનો ચેન, સોનાની બે સળ, લેડીઝ વીંટી મળી રૂા. 1.82 લાખની કિમતના 7 તોલા સોનાના દાગીના અને તેના રૂમના કબાટમાંથી રોકડા રૂા. 12 હજાર મળી કુલ રૂા. 1.94 લાખની ચોરી થઈ હતી.જે અંગે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.