ફિનિશિંગ માટે આપેલા રૂ. 3.50 લાખના ઘરેણાં લઇ બંગાળી ફરાર - At This Time

ફિનિશિંગ માટે આપેલા રૂ. 3.50 લાખના ઘરેણાં લઇ બંગાળી ફરાર


વધુ એક સોની વેપારીએ ગુમાવ્યા 85 ગ્રામના ઘરેણાં.

રાજકોટની સોની બજારમાં ફિનિશિંગ માટે વેપારીએ આપેલા સાડા ત્રણ લાખના ઘરેણાં લઇ બંગાળી કારીગર રફુચક્કર થઇ જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.પેલેસ રોડ પર રહેતા પ્રતિકભાઇ રાજેશભાઇ પાટડિયા નામના સોની વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની સોની બજાર, કામદાર શેરીમાં આવેલા અંકિત દર્શન એપાર્ટમેન્ટમાં રતન જ્વેલર્સના નામથી સોનાનું ઘાટકામ કરવાની દુકાન ધરાવે છે. ઘરેણાં ઘડવા માટે બે કારીગર હોય અને વધુ એક કારીગરની જરૂરિયાત હોય પરિચિત કારીગરને વાત કરી હતી. જેથી તેને મૂળ પ.બંગાળનો અને રાજકોટમાં રામનાથપરા-5માં ભાડાના મકાનમાં રહેતા નવસાદ અલી સરકાર નામના કારીગર સાથે ઓળખાણ કરાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.