સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ (સાપ્તી) અંબાજી દ્વારા ૩ માસના નિ:શુલ્ક ટ્રેઈનીંગ પ્રોગ્રામ માટે આવેદન કરી શકશે* - At This Time

સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ (સાપ્તી) અંબાજી દ્વારા ૩ માસના નિ:શુલ્ક ટ્રેઈનીંગ પ્રોગ્રામ માટે આવેદન કરી શકશે*


*સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ (સાપ્તી) અંબાજી દ્વારા ૩ માસના નિ:શુલ્ક ટ્રેઈનીંગ પ્રોગ્રામ માટે આવેદન કરી શકશે*
************************
*ગુજરાત સરકાર આ તમામ કૌશલ્ય સાપ્તી ખાતે નિશુલ્ક ઉપલબ્ધ કરાવે છે સાથે સાથે વિદ્યાર્થીઓને રહેવા, જમવાની સુવિધા પણ નિ:શુલ્ક પૂરી પાડે છે.*
***********************
*સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)અંબાજી દ્વારા પથ્થર કળા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે ઉજ્વળ તક*
***********************
*આ ત્રિ માસિક ટ્રેનીંગ પ્રોગ્રામમાં મુખ્યત્વે માર્બલ પથ્થરને લેથ મશીન પર ટર્નીંગ તથા વિવિધ મશીનો દ્વારા આધુનિક યુગમાં માંગ ધરાવતી મોર્ડન આર્ટ /ડીઝાઇનીંગ પ્રોડક્ટ બનાવવા ટ્રેનીંગ ઉપલબ્ધ કરાવવામાં આવશે*
**********************
*સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ના અંબાજી કેન્દ્ર ખાતે મુખ્યત્વે માર્બલ, ગ્રેનાઈટ, સેન્ડસ્ટોન ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે તાલીમ આપીને આ ભવ્ય વારસાને આગળ ધપાવવાની મુહિમ*
************************
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કમિશ્નરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)અંબાજી દ્વારા પથ્થર કળા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ૧૪ થી ૨૮વર્ષની ઉમંર ધરાવતા યુવાનો પાસેથી તારીખ ૦૧ ઓક્ટોબર ૨૦૨૩થી શરુ થનાર નવી ત્રિ માસિક નિ:શુલ્ક ટ્રેઈનીંગ પ્રોગ્રામ માટે આવેદનો મંગાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે જેની બેચ સાઈઝ ૩૦ હોઈ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
આ ત્રિ માસિક ટ્રેનીંગ પ્રોગ્રામમાં મુખ્યત્વે માર્બલ પથ્થરને લેથ મશીન પર ટર્નીંગ તથા વિવિધ મશીનો દ્વારા આધુનિક યુગમાં માંગ ધરાવતી મોર્ડન આર્ટ /ડીઝાઇનીંગ પ્રોડક્ટ બનાવવા ટ્રેનીંગ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટ્રેનીંગ પ્રોગ્રામમાં જોડાવવા માંટે સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ના અંબાજી, જીએમડીસી મેદાનની સામે અંબાજી ખાતે સવારે ૦૯ થી સાંજે ૦૫ કલાક સુધી રૂબરૂ મુલાકાત કરી ફોર્મ ભરી શકાય છે. વધુ માહીતી માટે ટેલીફોન નંબર ૦૨૭૪૯ ૨૬૨૫૭૦ અને મેઈલ : poppd-sapti-amb@gujarat.gov.in પર સંપર્ક કરી શકાય છે
વધુમાં જણાવવાનું કે સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ના અંબાજી કેન્દ્ર ખાતે મુખ્યત્વે માર્બલ, ગ્રેનાઈટ, સેન્ડસ્ટોન ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે તાલીમ આપીને આ ભવ્ય વારસાને આગળ ધપાવવાનું કાર્ય થઇ રહ્યું છે. પથ્થરકળા અને ડીઝાઇન ક્ષેત્રના નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા સાપ્તી ખાતે સ્વાવલંબી અને સર્જનાત્મક પથ્થર કળા/શિલ્પ કળા સર્જક બનવા માટેની શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. સાપ્તી ખાતે તાલીમાર્થીઓને થીયરી ઉપરાંત ડ્રોઈંગ, સ્કેચિંગ, ડીઝાઈનીંગ તથા પથ્થરને કંડારવાની કળાનું પ્રાથમિકથી લઈને ઉચ્ચસ્તરીય જ્ઞાન મળે છે. અહી તાલીમાર્થીઓ હાથથી તેમજ લેથ અને સીએનસી(CNC) મશીન જેવા અદ્યતન મશીન અને અન્ય પથ્થરકળા માટે ઉપયોગી લેટેસ્ટ મશીનો દ્વારા શિલ્પ કળાની કૃતિઓ તૈયાર કરવામાં મહારત પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત, તાલીમાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો જેમ કે કમ્યુનીકેશન સ્કીલ, અંગ્રેજી, કોમ્પ્યુટર, વગેરે શીખવવામાં આવે છે. કોમ્પ્યુટરમાં ડીઝાઇન બનાવવા માટે ઉપયોગી કોરલ ડ્રો અને Auto CAD જેવા સોફ્ટવેરનું પણ પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત કરે છે. અત્રે ઉલેખનીય છે કે ગુજરાત સરકાર આ તમામ કૌશલ્ય સાપ્તી ખાતે નિશુલ્ક ઉપલબ્ધ કરાવે છે સાથે સાથે વિદ્યાર્થીઓને રહેવા, જમવાની સુવિધા પણ નિ:શુલ્ક પૂરી પાડે છે.
********************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.