ઉમિયા ચોક પાસે આઈડી મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો રેનિસ ફળદુ ઝડપાયો
ઉમિયા ચોક પાસે આઈડી મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો રેનિસ ફળદુને માલવીયાનગર પોલીસે દબોચી બુકીનું નામ ખોલાવવા પૂછતાછ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈની રાહબરીમાં કોન્સ્ટેબલ ભાવેશ ગઢવી અને મથુરદાન પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન 150 ફૂટ રિંગ રોડ ઉમીયા ચોક બજરંગ પાન પાસે એક શખ્સ મોબાઇલ ફોનમાં હાલમાં ચાલી રહેલ પાકિસ્તાન ઇંગ્લેન્ડ લાઇવ ટેસ્ટ મેચમાં આઈ.ડી. દ્રારા સેશન, રનફેર, ઓવર તેમજ મેચના પરીણામ ઉપર રૂપીયાની હારજીતના સોદાઓ કરી જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મોબાઈલમાં જુગાર રમતાં શખ્સને પકડી પાડી તેનું નામ પૂછતાં રેનીશ મનસુખ ફળદુ (ઉ.વ.38),(રહે. ગોકુલનગર મેઇન રોડ ફાર્ચ્યુન હોટલ સામે ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નં. 104) હોવાનું જણાવ્યું હતું.
પોલીસની ટીમે તેની પાસે રહેલ મોબાઈલ ફોન ચેક કરતાં તેમાં SAT SPORT નામની એપ્લીકેશન જોવામા આવેલ જેમાં પાસવર્ડ નાંખી એપ ખોલી એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા લાઇવ ક્રિકેટ મેચમાં ઓનલાઇન અલગ અલગ સોદાઓ નાંખી જુગાર રમતો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી આઈડી આપનાર બુકીનું નામ જાણવા પૂછતાછ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.