બ્રહ્મપુરીના ગૌચરમાં દબાણ કર્તાઓ દ્વારા ગ્રામજનોને ધમકી આપતા જીલ્લા પોલીસ વડા,જિલ્લા કલેકટરને આવેદન આપી ફરિયાદની ગુહાર.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બ્રહ્મપુરી ગામે ગૌચરમા દબાણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ દોઢ માસ અગાઉ ગૌચરમાં રોડ ના બનાવવા તંત્ર ને ફરિયાદ કરેલ ત્યારબાદ ગયા રવિવારના રોજ કામ ચાલું થતા મોડાસાના પત્રકારોને કવરેજ માટે બોલાવતા આ માથાભારે કોન્ટ્રાકટરની મિલીભગત પોતાને મોટી તોપની ઓળખ આપનાર ભિલોડાના પત્રકારે મોડાસાના ત્રણ પત્રકારોને ખુલ્લી ધમકી આપેલ તેના વિરુદ્ધમાં પણ ફરિયાદ નોંધવાની તેમજ રસ્તાની અદાવતમાં ગામના ચાર માથાભારે ઈસમોએ ગામના આગેવાનો, જનતાને ખુલ્લી ધાક ધમકીઓ આપતા ખોટી રીતે દબાણ કરી ,રાજકીય વગ ધરાવતા માથાભારે તત્વોએ ફોન કરી ખૂન કરી દેવાની ધમકી આપતા અરવલ્લી જિલ્લા પોલીસ વડા તથા અરવલ્લી જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ નોંધાવી. ભિલોડા તાલુકાના બ્રહ્મપુરી ગ્રામજનોએ ગેરકાયદેસર થતા રસ્તાને રોકવા અનેક રજૂઆત કરી હોવા છતાં રાજકારણના સાથ સહકારથી બ્રહ્મપુરી ગામના માથાભારે, જનુની સ્વભાવના વ્યકિતએ ગ્રામજનોને મારી નાખવાની ધમકી આપી હતી. જેના અનુસંધાને અરવલ્લી જિલ્લા પોલીસ વડા, કલેકટરશ્રી અરવલ્લીને આવેદન આપી રજૂઆત કરી હતી. ગામ લોકોના જણાવ્યા અનુસાર ખેતરે જતી બેન દીકરીઓને આ માથાભારે તત્વો દ્વારા ઉપાડી લેવાની પણ ધમકી આપેલ છે ત્યારે જો આ લુખ્ખા તત્વો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે અને ગામમાં કોઈપણ બનાવ બનશે તો સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવું આજરોજ અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે નિવેદન આપ્યું હતું. મોટા રાજકારણની વગ ધરાવતા આ ઈસમો કોઈપણ સમયે ગામના નાગરિકને ઈજાઓ તેમજ મોટી હાની સર્જે એ પહેલા કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.