મનપામાં બેસવા કોંગ્રેસને કાર્યાલય ફાળવો
મહાપાલિકામાં કોંગ્રેસના બે કોર્પોરેટરના પદ હાઇકોર્ટના માર્ગદર્શન બાદ પુન:જીવીત થયા છે ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં કમિશ્નરને આવેદનપત્ર પાઠવી લોકોના કામો માટે અગાઉની જેમ કાર્યાલય ખોલવા દેવા રજુઆત કરવામાં આવી છે.
આજે કોંગ્રેસ સમિતિએ રજુઆતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે અને મનપામાં પાર્ટીના ચાર કોર્પોરેટર છે. રાજકોટ રપ લાખની વસતિ ધરાવે છે. લોકોને નાના-મોટા પ્રશ્નો હોય તો કોર્પો.માં કોંગ્રેસના પ્રતિનિધિઓને મળી શકે તે માટે અને લોકોની મદદ માટે પાર્ટી કાર્યાલય ખોલવા માંગે છે. પક્ષના બે કોર્પોરેટરને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી હાઇકોર્ટે રદ કરી છે.
આથી તેઓ પોતાના હોદા પર બેસીને નગરસેવક તરીકે ફરજ બજાવી શકે છે. બે વર્તમાન કોર્પોરેટર ઉપરાંત વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ હાઇકોર્ટનો આ હુકમ પણ રજુ કર્યો છે.
આથી વિપક્ષને વહેલાસર કાર્યાલય ફાળવવા આજે રજુઆત કરવામાં આવી હતી. આ અવસરે વશરામભાઇ, મકબુલ દાઉદાણી, કોમલબેન ભારાઇ, ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપૂત, ડી.પી.મકવાણા, રાજદીપસિંહ જાડેજા, અશોકસિંહ વાઘેલા, જગદીશભાઇ મોરી, મેઘજીભાઇ રાઠોડ, ઘનશ્યામસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.