પોલાજપુર ગામે થયેલ કેબલ ચોરી તેમજ બે દિવસ પહેલા કનાઈ ગામે થયેલ ચોરીનાં બે અનડીટેકટ ગુન્હાઓનો ભેદ ઉકેલી ચોર ઇસમોને પકડી મુદ્દામાલ રીકવર કરતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ
પોલાજપુર ગામે થયેલ કેબલ ચોરી તેમજ બે દિવસ પહેલા કનાઈ ગામે થયેલ ચોરીનાં બે અનડીટેકટ ગુન્હાઓનો ભેદ ઉકેલી ચોર ઇસમોને પકડી મુદ્દામાલ રીકવર કરતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ
ઉપરી અધિકારીઓ ના માર્ગદર્શન આપેલ જે આધારે અમો પો. સબ. ઈન્સ. વાય.બી.બારોટ, તેમજ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવો ન બને તે સારૂ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે ઇલોલ ત્રણ રસ્તાથી આગળ હિમતનગર જતા રોડ ઉપર બે ઇસમો એક પ્લાસ્ટીકની થેલીમાં કોઇ શંકાસ્પદ ચીઝવસ્તુ લઇને ઉભા છે જે આધારે અમો સદર બાતમીવાળી જગ્યાએ જતા બે ઇસમને પકડી પાડી બન્ને પાસેની પ્લાસ્ટીકની થેલીમાં જોતા નાની મોટી સાઇઝની લોખંડની ચેનલો હોય પુછતા ગયા પરમ દિવસે આશરે બપોરના બે વાગેના સમયગાળા દરમ્યાન કનાઇ ગામની સીમમાં સ્મશાનની અંદર આવેલ લોખંડની સગડીની ચેનલોને તોડી અવાવરૂ જગ્યાએ સંતાડી દીધેલ અને આજરોજ ચેનલો લઇ હિમતનગર વેચવા નીકળેલ હતા. આ બાબતે હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દાખલ થયેલ હોય અને સદર ચોરીમાં ગયેલ લોખંડની ચેનલો જેનુ કુલ મુદ્દામાલ રીકવર કરેલ તેમજ યુક્તી પ્રયુક્તીથી વધુ પુછપરછ કરતા આ સીવાય તેઓએ હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન મુજબના કામે પોલાજપુરથી ગામેથી વીસ દીવસ અગાઉ રોડની બાજુમા આવેલ કુવા પરથી કેબલ,લોખંડનો પલંગ તથા પતરાની ચોરી કરેલાનુ કબુલાત કરતા હોય આરોપીઓને ગુન્હાના કામે અટક કરી મુદામાલ રીકવર કરવા તપાસ હાથ ધરી કુલ-૨ અનડીટેકટ ચોરીનો ગુન્હોઓ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.