બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું યોગ અને શા શિક્ષણ વિષયનું practical લેવામાં આવ્યું…
સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું યોગ અને શા શિક્ષણ વિષયનું practical લેવામાં આવ્યું...
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે sscની પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ 10 માં વૈકલ્પિક વિષયની પરીક્ષા શાળા કક્ષાએ બોર્ડના નિયમો અને માળખા મુજબ લેવામાં આવે છે. શાળા દ્વારા કુલ 120 ગુણ/ વિદ્યાર્થીના બોર્ડમાં મોકલવામાં આવે છે.સમગ્ર રાજ્યમાં 13 ફેબ્રુઆરીના રોજ યોગ અને શા. શિક્ષણની લેખિત પરીક્ષા લેવાઇ ગઈ. સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે આજે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું યોગ અને શા. શિક્ષણ વિષયનું practical લેવામાં આવ્યું હતું.જેમાં 100 મીની દોડ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, આસન અને સૂર્યનમસ્કાર જેવી ઈવેન્ટ યોજવામાં આવી હતી. શાળાના વ્યાયામ શિક્ષકશ્રીની લાંબી માંદગીની રજા પર હોવાથી શાળાના યુવાન શિક્ષકમિત્રો પરેશભાઈ પ્રજાપતિ અને પ્રકાશભાઈ પરમારના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર practical ખુબ જ સરસ રીતે લેવામાં આવ્યું હતું તે બદલ શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.