લખતર બસસ્ટેન્ડ ત્રણ રસ્તા કચરો ઉપડવાના બદલે સળગાવી દેવાતા પ્રદુષણ ફેલાયુ - At This Time

લખતર બસસ્ટેન્ડ ત્રણ રસ્તા કચરો ઉપડવાના બદલે સળગાવી દેવાતા પ્રદુષણ ફેલાયુ


લખતર બસસ્ટેન્ડ ત્રણ રસ્તા કચરો ઉપડવાના બદલે સળગાવી દેવાતા પ્રદુષણ ફેલાયુલખતર ગ્રામ પંચાયતના ત્રણ વાહનમાંથી બે વાહન બંધ લખતર ગામમાં કચરાના ઢગલા થયાલખતર ગ્રામ પંચાયતની કામગીરી ઘણા સમયથી કથળી છે લખતર ગામના તળાવના સ્નાન કરવાના ઘાટ પાટડી દરવાજા પાસે કચરાના ઢગલા હોવાથી લખતર ગામની મહિલાઓ સહિત લોકો દ્વારા અનેકવાર આ અંગે ફરિયાદ કરી છે પરંતુ લખતર ગ્રામ પંચાયતમાં વહીવટ કરતા વહીવટદારના પેટનુ પાણી પણ હલતું નથી મહિલાઓ દેકારો બોલાવે ત્યારે થોડી ઘણી સાફ સફાઈ કરાવી મોટું બિલ બનાવવામાં આવતા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે લખતર ગામની સ્કૂલ સહિત લખતર બસસ્ટેન્ડ ત્રણ પાસે કચરો સળગાવવામાં આવતો હોય રોડ ઉપર ધુમાડો ફેલાવવા સાથે વાહન ચાલકો અટવાયા હતા ત્યારે લખતર ગામમાં ઘણા સમયથી કચરો સળગાવવામાં આવતો હોવાછતા સુરેન્દ્રનગર જિલ્લા ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં અધિકારીઓ સુપરવાઈઝર કર્મચારીઓ સુસપ્ત અવસ્થામાં હોવાનુ લખતર ગામ લોકોને લાગી રહ્યુ છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.