કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્ય મંત્રીને કરેલી રસ્તાઓની રજુઆત સફળ થઈ - At This Time

કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્ય મંત્રીને કરેલી રસ્તાઓની રજુઆત સફળ થઈ


ગરેજ- બળેજ, કડેગી -થેપલા સિદ્ધપુર-રોઘડા આ ગામડાઓના રસ્તાઓ માટે ૯ કરોડ ૪૦ લાખ મંજુર
ગોસા(ઘેડ) તા.૧૮/૧૦/૨૦૨૪
પોરબંદર જીલ્લાના કુતિયાણા-રાણાવાવ વિધાનસભાના ત્રણ ગામડાઓના લોકોને અવર-જવર કરવા પડતી રસ્તાઓની વિટંબણા ઓની સમસ્યા નિવારવા મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં સમાવેશ કરી વહેલી તકે મંજુર કરવા કુતિયાણા-રાણાવાવ મત વિસ્તારના યુવા અને લોક્લાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ગત. તારીખ ૦૨/૦૮/૨૦૨૪ ના રોજ પત્ર પાઠવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ રજુઆત કરી હતી..
કુતિયાણા-રાણાવાવ મત વિસ્તારના યુવા અને લોક્લાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરેલ રજુઆતમાં જણાવેલ કે મારા કુતિયાણા મત વિસ્તારમાં આવતાં ગરેજ-બળેજ રોડ ૩.૦૦ કી. મી,કડેગી-થેપલા રોડ ૩.૦૦ કિમી અને સિંધપુર-રોઘડા ૪…૦૦ કિ.મી. આ રસ્તાઓ પ્રત્યે ગામડાઓની જનતાને અવર-જવર કરવામાં આ ગામડાઓના રસ્તાઓની હાલકી ના કારણે ભારે પરેશાની ભોગવવી પડતી હતી ત્યારે આ ગામડાંઓના લોકોને દૈનિક વાહન વ્યવહારમાં ઉપયોગી રસ્તાઓ હોય તેથી આ રસ્તાઓ તાત્ત્કાલિક ધોરણે મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના યોજના હેઠળ સમવેશ કરી મજુર કરવા રજુઆત કરી હતી.
કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત વિસ્તારમાંના ગામડાંઓમાંના લોકોને રસ્તાઓની જે પરેશાની ભોગવવી પડતી હતી તેવા આ ત્રણ ગામડાઓને લોકોને કનડતા રસ્તાઓને ૨૦૨૪/૨૫ માં મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં તાત્કાલિક મજુર કરવા પત્ર લખી ધારસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્ય મંત્રી ને રજુઆતમાં લખી ભલામણ કરી હતી. ધારાસભ્ય ની ભલામણના અંતે કુતિયાણા-રાણાવાવ અને પોરબંદર વિસ્તાર ના ત્રણ સ્તાઓ માટે ૯કરોડ ૪૦ લાખ રૂપિયા રસ્તાઓ માટેની મંજુરી આપી છે. જેમાં પોરબંદર તાલુકા ગરેજ-બળેજ રોડ ૩.૦૦ કી. મીના રસ્તા માટે માટીકામ, મેટલકામ, સી.સી.રોડ તથા protection wall પ્રોટેક્શન વોલ ના કામ માટે ૨ કરોડ ૬૦ લાખ, રાણાવાવ તાલુકા કડેગી-થેપલા રોડ ૩.૦૦ કિમી મીના રસ્તા માટે માટીકામ, મેટલકામ, સી.સી.રોડ તથા protection wall પ્રોટેક્શન વોલ ના કામ માટે ૩ કરોડ , અને કુતિ યાણા તાલુકાના સિંધપુર-રોઘડા ૪…૦૦ કિ.મી. મીના રસ્તા માટે માટીકામ, મેટલકામ, સી.સી.રોડ તથા protection wall પ્રોટેક્શન વોલ તથા બોક્ષ ક્લવર્ટ કામ માટે ૩ કરોડ ૮૦ લાખ આમ કુલ ત્રણ રસ્તાઓ માટે ૯ કરોડ ૪૦ લાખ મંજુર કરવામાં આવેલ છે , ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા ની રજૂઆત ના પગલે સરકારશ્રીએ કૃતિયાણા વિસ્તારના ૩ નવા રોડ મંજુર કરી આપેલ છે ઘણાં સમયથી કુતિયાણા વિધાનસભાના આ ગામડાઓના આ રસ્તા ની ગરેજ,બળેજ કડેગી, થેપલા સિધ્ધપુર રોઘડા ગામ નાં ખેડૂત ની માંગણી હતી જે ધારાસભ્ય શ્રી કાંધલ ભાઈ જાડેજા દ્વારા તે માંગણી ને ધ્યાને લઈ આ રસ્તો નોન પ્લાન માં મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં આવરી લઈ મંજૂરી મળતા ઉપરોક્ત ગામનાં ખેડૂતો, આમ જનતાએ ધારાસભ્ય શ્રી કાંધલ ભાઈ જાડેજા નો ખુબ ખુબ આભાર, જ્યારે રસ્તાઓના કામ માટે મંજૂરી ની મોહર મારવા બદલ ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા દ્વારા મુખ્ય મંત્રીશ્રીનો પણ આભાર માન્યો છે

રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.