રેલનગરમાં ફ્રૂટના ધંધાર્થી પર છરીથી હુમલો, હપ્તો માગ્યાનો આક્ષેપ - At This Time

રેલનગરમાં ફ્રૂટના ધંધાર્થી પર છરીથી હુમલો, હપ્તો માગ્યાનો આક્ષેપ


શહેરના પોપટપરા-15માં રહેતા અને ફ્રૂટની લારી ધરાવતા કપિલ મોહનભાઇ પંજાબી (ઉ.વ.32)નો યુવક રાત્રીના દશેક વાગ્યે રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલી પાનની દુકાને બેઠો હતો ત્યારે જૂના મિત્રો અલ્તાફ, ભાવેશ અને ભાભો ત્યાંથી કાર લઈને નીકળતા કપિલને જોઈ ગયા હતા અને તેની પાસે આવી બોલાચાલી કરી ગાળો આપવા લાગતા કપિલે ગાળો આપવાની ના પાડતા અલ્તાફે નેફામાંથી છરી કાઢી હુમલો કરતાં છરીના ઘા બેઠક અને સાથળના ભાગે લાગી જતા પોતે દેકારો કરવા લાગ્યો હતો.

દરમિયાન લોકો દોડી આવતા ત્રણેય શખ્સ કારમાં નાસી ગયા હતા અને યુવકને સિવિલમાં ખસેડાયો હતો. પોલીસની તપાસમાં કપિલ ફ્રૂટની લારી ધરાવે છે અને અલ્તાફ, ભાવેશ અને ભાભો પણ ફ્રૂટની લારી ધરાવે છે. આ ત્રણેય અગાઉ કપિલના મિત્રો હતા આથી ચારેય એકીસાથે જ ફ્રૂટની લારી રાખતા હતા. બાદમાં કપિલ આ બધાથી અલગ થઇ ગયો હતો. બાદમાં જંક્શનમાં ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે કહી ઝઘડો કર્યાનું જણાવતા પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.