સંજેલી તાલુકામાં આઝાદી ના સાત દાયકા પછી ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાના અથાક પ્રયાસથી સરકારી કોલેજ મંજૂર થતાં નગરજનોમાં ખુશીની લહેર જોવા મળી - At This Time

સંજેલી તાલુકામાં આઝાદી ના સાત દાયકા પછી ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાના અથાક પ્રયાસથી સરકારી કોલેજ મંજૂર થતાં નગરજનોમાં ખુશીની લહેર જોવા મળી


સંજેલી તાલુકામાં આઝાદી ના સાત દાયકા પછી ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાના અથાક પ્રયાસથી સરકારી કોલેજ મંજૂર થતાં નગરજનોમાં ખુશીની લહેર જોવા મળી

ધારાસભ્ય રમેશભાઈ કટારાના પ્રયત્નોથી મુખ્યમંત્રી દ્વારા સંજેલી ખાતે સરકારી કોલેજ મંજૂરી આપી
સરકારી કોલેજ મંજુર થતાં બાળકોને દાહોદ,ઝાલોદ, ફતેપુરા ,બારીયા અને ગોધરા ધક્કા ખાવા માંથી મુક્તિ મળશે

સંજેલી ન્યુઝ,
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના બાળકો કોલેજમાં અભ્યાસ કરવા માટે છેક દાહોદ,ઝાલોદ,ફતેપુરા, બારીયા અને ગોધરા કોલેજના ધક્કા ખાવા પડતા હતા.અને કોલેજ જવા માટે ૨૫ થી 70 કિલોમીટર વિદ્યાર્થીઓને ધક્કો ખાવો પડતો હતો. જેમાં મુસાફરીમાં આખો દિવસ જતો રહેતો હોવાથી વાલીઓમાં પણ ચિંતા જોવા મળી હતી.જેથી ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા દ્વારા આ શિક્ષણના ગંભીર મુદ્દાને લઈને પોતાના મત વિસ્તારમાં કોલેજ ચાલુ કરવા માટે મુખ્યમંત્રીને ધારદાર રજુઆત કરી હતી.ધારાસભ્યની રજુઆત અને અથાક પ્રયાસ બાદ સંજેલી તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કોલેજને મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.વર્ષો પછી તાલુકામાં સરકારી કોલેજને મંજૂરી મળતા આસપાસના બાળકોને શિક્ષણનો લાભ મળશે.સંજેલી તાલુકામાં અનેક શૈક્ષણિક ક્ષેત્રમાં અનેક સંસ્થાઓ ચાલી રહી છે પરંતુ કોલેજ ન હોવાથી હાલાકી પડતી હતી.જે હવે ધારાસભ્યના અથાક પ્રયાસથી મંજુરી મળતા તે સમસ્યા પણ દૂર થઇ હતી.


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.