લાઠી તાલુકા માં ઓરી ના રોગ અંગે નો ખાસ રસીકરણ કાર્યક્રમ - At This Time

લાઠી તાલુકા માં ઓરી ના રોગ અંગે નો ખાસ રસીકરણ કાર્યક્રમ


લાઠી તાલુકા માં ઓરી ના રોગ અંગે નો ખાસ રસીકરણ કાર્યક્રમ

લાઠી તાલુકા માં ઓરી ના રોગ અંગે નો ખાસ રસીકરણ કાર્યક્રમ લાઠી તાલુકા મા બાળકોને મિઝલ્સ અને રૂબેલાથી રક્ષિત કરવા રાજ્ય સરકાર દ્વારા ખાસ રસીકરણ કાર્યક્રમ કરવામાં આવે છે. બાળકને એમઆરની રસીનો પ્રથમ ડોઝ ૯ માસની ઉંમરે અને તેની ૧૬ થી ૨૪ મહિના સુધીની ઉંમરમાં બીજો ડોઝ અચૂક મૂકવામાં આવે છે. બાળકોને ઓરી અને રૂબેલાથી બચાવવા માટે તેમને આ રસીથી રક્ષિત કરવામાં આવે છે. લાઠી આરોગ્ય શાખા દ્વારા ખાસ રસીકરણ ઝુંબેશ હાથ ધરી બાળકોને મિઝ્લ્સ અને રૂબેલા સામે રક્ષિત કરવા રસી આપવામાં આવી રહી છે. બે તબક્કા માં ચાલનાર આ કાર્યક્રમ માં દરેક ગામ અને આસપાસ ના વાડી વિસ્તાર માં ઘરે ઘરે ફરી ને બાળકો ને રસીકરણ ઝુંબેશ નો લાભ આપવા માં આવી રહ્યો છે. લાઠી ના ડો. આર આર મકવાણા અને નયના પરમાર દ્વારા કર્મચારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.