રાજકોટ મહાનગરપાલિકાનું 19મીએ જનરલ બોર્ડ, ગેરકાયદે શાળા-કોલેજના નામ ફરી મગાયા
ગત બોર્ડમાં ‘આપ’માં જોડાયેલા કોમલબેનનો પ્રથમ પ્રશ્ન હતો તેનો જવાબ આપ્યો પણ શાળાના નામ જાહેર ન કરાતા પ્રશ્ન રિપીટ કર્યો
રાજકોટના મવડી વિસ્તારમાં નવી ટી.પી. બનાવવા માટે દરખાસ્ત કરાઈ, નવી આવાસ યોજનાઓના કરાશે નામકરણ
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 19મીએ મળનાર છે. આ બોર્ડમાં પહેલો જ પ્રશ્ન તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોર્પોરેટર વશરામ સાગઠિયાનો છે. ગત બોર્ડમાં પણ પહેલો પ્રશ્ન આમ આદમી પાર્ટીનો જ હતો અને તેમાં પણ શાળા-કોલેજની વિગતો મગાઈ હતી પણ તેમાં પૂરતી વિગતો ન અપાતા ફરી પ્રશ્ન કરાયો છે.
વશરામ સાગઠિયાએ શહેરમાં જે શાળા કોલેજ સૂચિત સોસાયટીઓ અને સરકારી ખરાબામાં બનેલી છે તેના નામ માગ્યા છે આ ઉપરાત મનપા સંચાલિત કેટલી શાળા-કોલેજ ચાલુ છે અને હવે નવી શાળાઓનું કોઇ આયોજન છે કે નહિ તેમજ હયાત શાળાઓમાં મંજૂર મહેકમ સામે કેટલી જગ્યા ભરેલી છે અને કેટલી ખાલી છે તે પણ માગ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.