હળવદમાં ટીકર ફાટક નજીકથી કારમાં વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે ઝડપાયા
હળવદ પોલીસે કાર તથા દારૂ-બીયરની નાની-મોટી કુલ ૨૫૦ બોટલનો મુદામાલ કબ્જે કર્યો
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે હળવદમાં ટીકર ફાટક નજીક કારમાં વિદેશી દારૂ-બીયરના જથ્થાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લેવાયા હતા. હળવદ પોલીસે કારમાંથી વિદેશી દારૂ-બીયરની કુલ ૨૫૦ નંગ બોટલ સહીત કુલ રૂપિયા ૨.૩૮ લાખનો મુદામાલ કબ્જે લઇ પકડાયેલા આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની વધુ તપાસ ચલાવી છે.
હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી.વ્યસની સૂચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટાફ પ્રોહીબીશન અંગેના કેસો શોધવા કાર્યશીલ હોય તે દરમિયાન પોલીસ સ્ટાફને મળેલ પૂર્વ બાતમીને આધારે હળવદ ટીકર ફાટક નજીકથી વોક્સવેગન કંપનીની પોલો કાર રજી. જીજે-૦૫-જેએચ-૧૭૪૧ લઇ નીકળેલ કારને રોકી તેની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૨૦૪ બોટલ તથા બીયરના ૪૬ ટીન મળી આવ્યા હતા. ત્યારે પોલીસે કારમાં વિદેશી દારૂ-બીયરના જથ્થાની હેરાફેરી કરતા આરોપી નવઘણભાઈ ભીમજીભાઈ સનુરા ઉવ.૨૦ રહે. જુના ઘાંટીલા તા.માળીયા મીં. તથા કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર ઉવ.૧૯ રહે.હળવદ બસ સ્ટેન્ડ પાછળને ઝડપી લેવામાં આવ્યા હતા. હળવદ પોલીસે કુલ દારૂ-બીયરનો રૂપિયા ૩૭,૯૦૦/-તથા પોલો કાર કિ.રૂ.૨ લાખ સહીત ૨,૩૭,૯૦૦/-નો મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.