પાટણ: સાંતલપુર નગર બન્યું ગંદકીનું સામ્રાજ્ય તલાટી કમ મંત્રીની બેકાળજીને લઈને ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા..
પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
પાટણ: સાંતલપુર નગર બન્યું ગંદકીનું સામ્રાજ્ય તલાટી કમ મંત્રીની બેકાળજીને લઈને ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા..
પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ ગ્રામ પંચાયત આજુબાજુ અને સમગ્ર ગામની અંદર કચરાથી નગર જનો બની રહ્યા છે બીમારીનો ભોગ ગ્રામ પંચાયત આજુબાજુ કચરાઓના ઢગ અને ગટરો ઉભરાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તલાટી કમ મંત્રીની ગ્રામ પંચાયત ઓફિસ આવેલી હોય તે જગ્યાએ ગંદકી તાત્કાલિક ધોરણે સફાઈ થાય તેવી માંગણી ઉઠવા પામી છે .
સાંતલપુર નગરમા ગંદકીનું ભરપૂર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેના કારણે વિસ્તારમાં રોગચાળાનો શિકાર લોકો બની રહ્યા છે અને હાલ દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહ્યા છે. ત્યારે માત્ર એક તલાટી કમ મંત્રીની બેકાળજીના કારણે ગામ લોકો રોગચાળાનો શિકાર બની રહ્યાં છે.ગ્રામ પંચાયતની કચેરી ની અંદર પણ ગંદકીનું ભરપૂર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેમજ ગ્રામ પંચાયત કચેરી આજુબાજુ ગટરોના ગંદા પાણી ભરાઈ જતા લોકો સાતલપુર ખાતે ખરીદી કરવા આવતા ગ્રામ્ય વિસ્તાર અને શહેરીજનો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે અને સરકારમાંથી સાફ-સફાઈની આવતી ગ્રાન્ટનો સાચો ઉપયોગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.