કેગના રિપોર્ટમાં ગંભીર ક્ષતિ ઉજાગર થઈ: આંગણવાડીમાં બાળકો માટેનો લોટ પણ એક્સ્પાયરી ડેટનો
સંકલિત મહિલા અને બાળ વિકાસ યોજના અન્વેય રાજ્યમાં થયેલી કામગીરી અંગે કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં આ યોજના હેઠળ રાજ્યભરમાં ચલાવવામાં આવતા આંગણવાડી કેન્દ્રોમાં ચાલતી ગંભીર બેદરકારી અને ગેરરીતિઓ અંગે આકરી ટીકા કરવામાં આવી છે. કેગની તપાસ દરમિયાન ગાંધીનગર જિલ્લાની પણ અનેક આંગણવાડીમાં ગંભીર કહી શકાય તે પ્રકારની બેદરકારીઓ જોવા મળી હોવાનો ઉલ્લેખ કેગના રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. ત્યાં સુધી કે બાળકોને અપાતી પોષણક્ષમ વાનગીઓ બનાવવા માટેનો લોટ પણ એક્સ્પાયરી ડેટનો જોવા મળ્યો હતો.
રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
