રાહુલે હુમલાખોરને બાળક કહ્યો:યૂઝર્સે કહ્યું- કન્હૈયા લાલનું ગળું કાપનાર નાસમજ બાળક અને હિન્દુ હિંસક; જાણો વાઇરલ થયેલાં વીડિયોનું સત્ય
કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રાહુલ ગાંધીને મીડિયા સાથે વાતચીત કરતા જોઇ શકાય છે. રાહુલને એવું કહેતા સાંભળી શકાય છે કે તે એક બાળક છે, આવું કરવું યોગ્ય નથી. તેણે ખૂબ જ બેજવાબદારીપૂર્વક કામ કર્યું છે. મને તેમના પ્રત્યે કોઈ ગુસ્સો કે દુશ્મનાવટ નથી. તેમણે મૂર્ખતાપૂર્ણ કામ કર્યું છે, આપણે તેને ભૂલી જવું જોઈએ. તે બાળક છે, તેમને આ કામના પરિણામોની કોઈ જાણ નથી. આપણે તેમને માફ કરવા જોઈએ. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ન્યૂઝ એન્કરની ક્લિપ જોઈ શકાય છે. એન્કરે કહ્યું- દેશનો દરેક વર્ગ કહી રહ્યો છે કે આ ખોટું છે. આ માટે સખત સજા થવી જોઈએ, પરંતુ રાહુલ ગાંધી તે આરોપીઓને બાળક કહી રહ્યા છે, તો તે આગળ શું સંદેશ આપી રહ્યા છે તેની કલ્પના કરો. આ વીડિયોને X પર અનેક યૂઝર્સે શેર કર્યો. મનોજ શ્રીવાસ્તવ નામના યૂઝરે વીડિયો શેર કરીને લખ્યું- કન્હૈયા લાલનું ગળું કાપનાર મુસલમાન. જે નાસમજ બાળક છે અને હિન્દુ હિંસક હોય છે. ( આર્કાઇવ ) યૂઝરે શેર કરેલાં વીડિયોને અત્યાર સુધી 3 લાખ 46 હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. તેને 10 હજારથી વધારે લાઇક અને 7 હજારથી વધારે લોકો રીટ્વિટ કરી ચૂક્યા છે. આ વીડિયોને સત્ચ માનીને અનેક લોકોએ રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ડો. આલોક ગુપ્તા નામના વેરિફાઇડ યૂઝરે રાહુલ ગાંધીને ટેગ કરીને લખ્યું- રાહુલ ગાંધીએ તે બાળકોને દત્તક લઇ લેવા જોઈએ. વિનોદ નામના અન્ય વેરિફાઇડ યૂઝરે લખ્યું- રાહુલ જહાંગીર ખાન સતત પોતાને 'હિન્દુ નહીં' કહે છે, પરંતુ દરેક તેમને હિન્દુ સમાજમાં સામેલ કરવામાં લાગેલું છે. તે માત્ર સ્પષ્ટ રીતે મુસ્લિમ હિંસાનો બચાવ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ સવાલ ભારતના દરેક મતદારને પૂછવો જોઈએ. આ પછી પણ તે જેને ઈચ્છે તેને મત આપી શકે છે. અભિનવ પ્રકાશ નામના યૂઝરે રાહુલ ગાંધીને ટેગ કરીને લખ્યું- મૂર્ખતાપૂર્ણ કામ? એક અન્ય જધન્ય ગુનો હતો. શું રાહુલ ગાંધી કુહાડીને કુહાડી કહેવાથી ડરે છે. અશોક ભટ્ટાચાર્ય નામના યુઝરે લખ્યું- કન્હૈયા લાલ દરજીનું ગળું કાપનાર મુસ્લિમો નાદાન બાળકો છે અને હિંદુઓ હિંસક છે. વાઇરલ વિડિયોનું સત્ય...
વાઇરલ વિડિયો વિશે સત્ય જાણવા માટે, અમે તેનાથી સંબંધિત કીવર્ડ્સ સર્ચ કર્યા. તપાસ કરવા પર અમને ANI ન્યૂઝ એજન્સીની યુટ્યુબ ચેનલ પર વાઇરલ વીડિયો ક્લિપ સંબંધિત સંપૂર્ણ વીડિયો મળ્યો. ચેનલ અનુસાર, જૂન 2022માં કેટલાક લોકોએ વાયનાડમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. આ બાબતે રાહુલ ગાંધીએ 1 જુલાઈ 2022ના રોજ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે - આ વાયનાડના લોકોનું કાર્યાલય છે. જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા ક્યારેય સમસ્યાઓનું સમાધાન કરતી નથી. લોકોએ આ બેજવાબદારીપૂર્ણ કામ કર્યું છે. મારી તેમની સાથે કોઈ દુશ્મનાવટ નથી. તપાસ દરમિયાન અમને ભાસ્કરની જ વેબસાઇટ પર વાયનાડમાં રાહુલની ઓફિસમાં તોડફોડ સંબંધિત સંપૂર્ણ સમાચાર મળ્યા. સમાચારની લિંક... 24 જૂન, 2022ના રોજ કેરળના વાયનાડમાં કેટલાક લોકોએ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસે આ ઘટના પાછળ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)નો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. પાર્ટીએ કહ્યું હતું કે SFIના ગુંડાઓએ પાર્ટી ઓફિસમાં હાજર સ્ટાફ પર પણ હુમલો કર્યો હતો. તપાસના આગળના તબક્કામાં અમે વાઇરલ વીડિયોમાં હાજર ન્યૂઝ એન્કરની ક્લિપ પણ શોધી કાઢી. સર્ચ કરવા પર અમને ન્યૂઝ લોન્ડ્રીની વેબસાઈટ પર ન્યૂઝ એન્કરની ક્લિપ સાથે સંબંધિત સમાચાર મળ્યા. સમાચારની લિંક... વેબસાઈટ અનુસાર ઝી ન્યૂઝે વાયનાડ ઓફિસમાં તોડફોડ પર રાહુલ ગાંધીના નિવેદનને કન્હૈયા લાલની હત્યા સાથે ખોટી રીતે જોડીને ચલાવ્યું હતું. આ પછી ચેનલે રાહુલ ગાંધીની માફી માગી હતી. આ સમાચારમાં અમને X પર શેર કરાયેલ એક વીડિયો પોસ્ટ પણ મળી. આ વીડિયોમાં ઝી ન્યૂઝના એન્કરને રાહુલ ગાંધીની માફી માંગતા સાંભળી અને જોઈ શકાય છે. એટલે સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે . વાઇરલ વીડિયોમાં રાહુલ ગાંધીના નિવેદનને દરજી કન્હૈયા લાલની હત્યા સાથે જોડીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે વાયનાડ ઓફિસમાં થયેલી તોડફોડને લઈને રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું. ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in ઇમેલ કરો અને WhatsApp- 9201776050 કરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.