લુણાવાડા તાલુકાનાં પટ્ટણ ગામેથી બિલ્ડર દ્વારા કરાતી વીજચોરી ઝડપાઇ.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં પટ્ટણ ગામે MGVCL દ્વારા વીજ ચેકિંગ દરમ્યાન ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અપાયેલ કામનું કામ કરતાં કોન્ટ્રાકટર શિવમ બિલ્ડર્સ દ્વારા કરવામાં આવતી વીજ ચોરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આમ એમજીવીસીએલે સપાટો બોલાવતા મહીસાગર જિલ્લામાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.આમ લુણાવાડા તાલુકાનાં પટ્ટણ ગામે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ૧૭ જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પટ્ટણ જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કન્સ્ટ્રકસન ઓફ સિન્કિંગ વેલ વિથ એપ્રોચ રોડ, ફિલ્ટર પ્લાન્ટ,પીવીસી / ડી આઈ પાઇપ લાઇન દબાવીને પાથરવાની કામગીરી, આર સીસી ઇ એમ આર, અંડર ગ્રાઉંડ સંપ,પંપ રૂમ, ચોકીદાર રૂમ,કમ્પાઉન્ડ વોલ અને પમ્પિંગ માસગીનારી તથા તેને લગત આનુસંગિક કામગીરી અને પાંચ વર્ષની મરામત અને નિભાવની સહિતની કામગીરીનો રૂપિયા ચાર કરોડ અને આડત્રીસ લાખના ખર્ચે શિવમ બિલ્ડર્સ અમદવાદને કોન્ટ્રાક્ટ અપાયો છે કોન્ટ્રાકટર દ્વારા લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ લાંબા સમયથી આ કામગીરી ચાલતી હોવા છતાં વીજ કનેક્શન લીધા વગર કામ કરવામાં આવી રહ્યું હતું.આ અંગેની બાતમી લુણાવાડા વિભાગ એકના નાયબ ઇજનેર આર.બી.માલીવાડ ને મળતા વીજ ચેકિંગ હાથ ધાર્યું હતું. જેમાં વીજચોરી ઝડપાતા કોન્ટ્રાકટરને રૂપિયા નવ લાખ છાયશી હજારનો દંડ ફટકાર્યો છે. એક તરફ સરકારી કામના કોન્ટ્રાકટર દ્વારા ગેર કાયદેસર રીતે કરવામાં આવતી વીજચોરી ઝડપી MGVCL દ્વારા દાખલો બેસાડયો છે. ત્યારે વીજ ચોરી કરનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.
આમ લુણાવાડા MGVCL દ્વારા પટ્ટણ ગામેથી વીજ ચોરી ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી
તસવીર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.