બાલાસિનોર તાલુકામાં હોળી ધુળેટી ના રંગ જમ્યા - At This Time

બાલાસિનોર તાલુકામાં હોળી ધુળેટી ના રંગ જમ્યા


તાલુકાના દરેક ગામડામાં હોળી ધુળેટી ના પ્રસંગ સુખ શાંતિ થી ઉજવણી કરવામાં આવી

...હોળી.. આજના ચાલ્યા તે ક્યારે આવશો...

મારી બાર બાર મહિને જોજો વાટ્યું રે ..

ઘેરૈયા લઈને આવશું...

હજી આવા ફાગણના ગવાતા ફાગ ગીતો ગામડાના જુના માણસોના મોઢે સાંભળવા મળે છે

ધુળેટીના દિવસે ગામડાઓમાં ગામ ના મુખ્ય ચોક માં વચ્ચે મોટું નગારૂ મૂકવામાં આવે જેને લગાતાર એક તાલે વગાડાય અને ફક્ત પુરુષ જુવાનીયા અને આબાલવૃદ્ધ સૌ ગોળ ફરતે હોળી ગીતો મોટા અવાજે લહેકાથી ગાતા જાય અને હાથ માં નાની મોટી લાકડીઓ દેશી હથિયારો સાથે ઝુમે આખું ગામ હિલોળે ચડ્યું હોય..બાજૂ ના નાના ગામડા ના નવલોહિયા જુવાન સૌ સાથે જોડાયા

ત્રણેક કલાક આવી વર્તુળાકાર ઘૅર રમત રમી અને ગામ માં જેના ઘરે પ્રથમ બાબા બેબી નો જન્મ થયો હોય તેના ત્યાં થી ગોળ ધાણા ના મોટા મોટા થાળ ભરીને આવે સૌ ને ખોબે ખોબા ભરી ને વહેંચવા માં આવે અન પછી સૌ આ ગામડા ના ભોળા માનવી આવતુ વર્ષ ખેતી માટે સારું નીવડે એવી ઇચ્છા ઓ વ્યક્ત કરતા છૂટા
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.