‘કમલા હેરિસનો રાજયોગ શરૂ’:અમેરિકી PMની ચૂંટણીથી પીછેહઠ, આ ભારતીય જ્યોતિષીએ બાઇડનની જાહેરાતના કલાકો પહેલાં જ કરી હતી આગાહી
દેશના પ્રખ્યાત જ્યોતિષી રાજીવ નારાયણ શર્માએ એક એવી ભવિષ્યવાણી કરી છે, જેના કારણે અટકળો તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે કમલા હેરિસ વિશે ભવિષ્યવાણી કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રવિવારે જાહેરાત કરી કે તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે. તેમણે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ આગળ કર્યું છે. જોકે ડેમોક્રેટિક પાર્ટીના સંમેલનમાં ભારતીય-આફ્રિકન મૂળની કમલા હેરિસની ઉમેદવારીને આખરે મંજૂર કરવામાં આવશે, પરંતુ તે રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. રાજીવ નારાયણ શર્માની ભવિષ્યવાણીની ચર્ચા
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આવેલા આ નાટકીય વળાંકને કારણે દેશના જાણીતા જ્યોતિષી રાજીવ નારાયણ શર્માની ભવિષ્યવાણીની ચર્ચા થવા લાગી છે. બાઇડનની જાહેરાતના કલાકો પહેલાં જ તેમણે રવિવારે બપોરે પોણા ત્રણ વાગ્યે આગાહી કરી હતી, કે કમલા હેરિસનો રાજયોગ શરૂ થવાનો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર કમલા હેરિસ વિશે લખ્યું હતું કે, હાલ તેમની રાહુ, શુક્ર દશા ચાલી રહી છે. 27/07/24 થી તેમનો રાજયોગ શરૂ થઈ રહ્યો છે. આ સમય તેમના જીવનનો સુવર્ણ સમય હશે. ભારતીય જ્યોતિષીએ શું આગાહી કરી હતી?
આ પછી, તેમણે બાઇડનની જાહેરાતના લગભગ એક કલાક પહેલાં એક ટ્વીટ પણ કર્યું. તેમણે X પર લખ્યું છે કે, જો બાઇડનનો જન્મ 20/11/1942ના રોજ થયો હતો. તેમની વૃશ્ચિક લગ્ન, મેષ રાશિ છે. દશા શનિ છે. તેમની કુંડળીમાં મંગળ, બુધ 12મા ઘરમાં એકસાથે છે. આવી સ્થિતિમાં મન પર તેની અસર થવાની સંભાવના રહે છે. તે 23 જુલાઈ પછી ચૂંટણી છોડી શકે છે. તેમની આગાહી પણ રવિવારે સવારે 11:16 વાગ્યે સાચી સાબિત થઈ, જ્યારે બાઇડને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી. તમને જણાવી દઈએ કે આ નિર્ણય વિશે ફક્ત બાઇડનના નજીકના લોકો જ જાણતા હતા. ખરી કસોટી હજુ બાકી
આ બંને ટ્વીટની ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે રાજયોગ વિશે હેરિસની વાત સાચી સાબિત થાય છે કે કેમ. બાઇડને ભારતીય-આફ્રિકન મૂળની કમલા હેરિસના નામની ભલામણ કરી છે, પરંતુ તેની ખરી કસોટી હજુ બાકી છે. જો તે ડેમોક્રેટ્સના સંમેલનમાં પ્રમુખપદનું નોમિનેશન મેળવવામાં સફળ થાય તો પણ તેણીને તેના રિપબ્લિકન હરીફ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે સખત સ્પર્ધાનો સામનો કરવો પડે તેવી ધારણા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.