ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં ભાવનાબેન મંડલીનો ૯૯૯૯ લોકોને અંગદાન કરાવવાનો સંકલ્પ.
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં ભાવનાબેન મંડલીનો ૯૯૯૯ લોકોને અંગદાન કરાવવાનો સંકલ્પ.
અત્યાર સુધીમાં ૨૩૫૦ લોકોએ અંગદાન અંગેનો સંકલ્પ કર્યો. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં શ્રીમતી ભાવનાબેન મનસુખભાઈ મંડલીએ પોતાના જન્મદિન નિમીતે ૯૯૯૯ લોકોને અંગદાન કરાવવાના સંકલ્પ કરાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત રાજકોટમાં ચાલતા અર્વાચીન ગરબા તેમજ 'વેલકમ નવરાત્રી', જુદાજુદા ૧૫ જેટલા રાસોત્સવમાં રૂબરૂ જઈ ખેલૈયાઓને ૯ દિવસ દરમ્યાન અંગદાન અંગેનો સંકલ્પ લેવડાવવામાં આવી રહયો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૨૩૫૦ લોકોએ અંગદાન અંગેનો સંકલ્પ લઇ લીધો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવનાબેન મંડલી અત્યાર સુધીમાં લાખો લોકોને ભાવનાબેને 'અંગદાન સંકલ્પ' કરાવ્યા છે. ભાવનાબેન રાજકોટ શહેરની જુદી જુદી કોલેજો, યુનિવર્સિટીઓ, લગ્ન સમારંભ, બેસણા, જન્મદિવસ પાર્ટી, દરેક જગ્યાએ રૂબરૂ જઈને લાખો લોકોને અંગદાન અંગેનો સંકલ્પ લેવડાવેલ છે. દરેક ધારાસભ્યો, કલેકટર, પોલીસ કમીશ્નર, મ્યુની. કમીશ્નર, સમાજ અગ્રણીઓ, સંસ્થાઓ વિગેરેને અંગદાન અંગેના સંકલ્પ લેવડાવેલ છે.
શ્રીમતી ભાવનાબેન મંડલી મો: ૯૪૨૯૪ ૦૦૬૯૦“સદેહે રકતદાન, મૃત્યુ પછી ચક્ષુદાન, બ્રેઈન–ડેડ પછી અંગદાન”
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.