સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જાંબુડા ગ્રામ પંચાયત ખાતે સખી ટોક શો નું આયોજન કરાયું - At This Time

સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જાંબુડા ગ્રામ પંચાયત ખાતે સખી ટોક શો નું આયોજન કરાયું


સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જાંબુડા ગ્રામ પંચાયત ખાતે સખી ટોક શો નું આયોજન કરાયું

સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો અને કમ્પોસ્ટિંગનું મહત્વ તથા વર્મી કમ્પોસ્ટીંગ અને પશુ શેડની સ્વચ્છતા વિશે સખી મંડળના સભ્યોએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું

અભિયાન અંતર્ગત સ્વચ્છતાની નિરંતર સંસ્કૃતિનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો ઉમદા ધ્યેય : મંત્રી

જામનગર જિલ્લાની જાંબુડા ગ્રામ પંચાયત ખાતે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સખી ટોક શો નું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા અભિયાનમાં મહિલાઓને જોડાવવા માટે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જાગૃતિલક્ષી સંદેશ આપતા જણાવ્યું હતું કે, સ્વચ્છતાએ આપણા જીવનની પાયાની જરૂરિયાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો એક ભાગ છે સ્વચ્છતા, ત્યારે તેમના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર દેશને સ્વચ્છ રાખવાનો નહીં પરંતુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા, રોજિંદા જીવનમાં સ્વચ્છતાના આચરણને મહત્વ આપવાનો છે. આ અભિયાન દ્વારા અનેક સ્થળોની સફાઈ સાથે સ્વચ્છતાની નિરંતર સંસ્કૃતિનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.

મહિલાઓનો ફાળો સ્વચ્છતા અભિયાનમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. તેમના અમૂલ્ય યોગદાનથી આપણે સફાઈ અભિયાનને વધુ સફળ બનાવી શકીશું.

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા સખી મંડળોને વર્મી કમ્પોસ્ટ અંગે વિશેષ તાલીમ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. જેના પરિણામે મહિલાઓએ કચરાને ખાતરમાં પરિવર્તિત કરવાનો અભિગમ અપનાવ્યો છે. જેનાથી જમીનની ગુણવત્તામાં વધારો અને ગંદકીમાં ઘટાડો થયો છે.

મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા આપણા દેશની ઓળખ બને તે માટે સ્વચ્છ ભારત મિશન થકી સમગ્ર દેશ સ્વચ્છતાને હર ઘર સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે.

આ કાર્યક્રમમાં સખી મંડળના બહેનો દ્વારા સ્વચ્છતાઓમાં મહિલાઓનો ફાળો અને કમ્પોસ્ટિંગનું મહત્વ અને વર્મી કમ્પોસ્ટીંગ અને પશુ શેડની સ્વચ્છતા અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા ગ્રામ પંચાયતની આજુબાજુ સફાઈ તેમજ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુન્દ સભાયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, અગ્રણીઓ કુમારપાળસિંહ રાણા, કેસુભાઇ લૈયા, ભાવનાબેન, પ્રવિણભાઈ પરમાર, અધિકારી ઓ, ગ્રામજનો તેમજ બહોળી સંખ્યામાં સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.