વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બનતા લૂંટ ફાટ છેતરપિંડીના બનાવ પ્રત્યે તાલુકા સરપંચશ્રી એશોસીયનના પ્રમુખશ્રી અનુરોધ
વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બનતા લૂંટ ફાટ છેતરપિંડીના બનાવ પ્રત્યે તાલુકા સરપંચશ્રી એશોસીયનના પ્રમુખશ્રી અનુરોધ
વિસાવદર
વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હમણાં થોડા સમયથી લૂંટફાટ અને છેતરપિંડીના કેસ બને છે ગઠીયા અને આવારા તત્વો દ્વારા ગામડાની અભણ અને ભોળી જનતાને અવનવા પ્રલોભનો આપી અને છેતરવાના બનાવો હમણાં વધતા જાય છે આવા સંજોગોમાં લોકોને જાગૃત કરવા માટે વિસાવદર તાલુકાના સરપંચ એશોસીયનના પ્રમુખશ્રી રામભાઈ સોજીત્રા દ્વારા વિસાવદર તાલુકાના તમામ ગ્રામપંચાયતના સરપંચશ્રીઓને આ બાબતે લોકજાગૃતિ લાવવા જણાવવામાં આવ્યુ હતું
રૂબરૂ મુલાકાત દરમિયાન શ્રી રામભાઈએ જણાવ્યુ હતું કે ગામડાની ભોળી પ્રજા આવા લોકોનો ભોગ ના બને એટલા માટે તમામ સરપંચશ્રીઓને અનુરોધ કરવામાં આવીયો છે કે આવા આવારા અજણીયા શકમદો લોકો જો ગામમાં જોવા મળે તો તુરંત પોલીસને જાણ કરવી જેથી કરી ગામડાની અભણ અને ભોળી પ્રજા આવા બનાવોની ભોગ બનતા અટકે
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.