હિંમતનગરના મહેતાપુરા ખાતે 1962 દ્વારા ગાયના વાછરડીની નિઃશુલ્ક સારવાર કરાઈ
હિંમતનગરના મહેતાપુરા ખાતે 1962 દ્વારા ગાયના વાછરડીની નિઃશુલ્ક સારવાર કરાઈ*
***
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં પશુ હેલ્પલાઇન નંબર 1962 દ્વારા ગાયના વાછરડીની નિઃશુલ્ક સારવાર કરી જીવ બચાવવામાં આવ્યો હતો.
હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં ભ્રમાંણીનગર lમાં અજાણ્યા વાહન દ્વારા ગાયના વાછરડાને બંને પગમાં ગંભીર ઈજાઓ થયેલ હતી. જેની જાણ બાદ જીવદયા પ્રેમી દીપકભાઈ જાદવે તાત્કાલિક ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. કરુણા એનિમલ એમ્બ્યુલન્સમાં ફરજ પર હાજર ડો. સ્વીટી પટેલ અને ડ્રાઈવર અજીજ ભાઈ મેમણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ વાછરડાંની સારવાર કરી હતી.વાછરડાના પગે વધુ ઈજાઓ થયેલ હોવાથી પગ કાપવાની પરિસ્થિતિ ઊભી તથા ડો. સ્વીટી પટેલ દ્વારા ગાયના વાછરડાના પગનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઇડર પાંજરાપોળ ખાતે સલામત રીતે પહોચાડી છે.
તેવી જ રીતે સાબરકાંઠામાં કાર્યરત દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાદ્વારા વનવિભાગનાં કર્મચારીઓ દ્વારા ૧૯૬૨ હેલ્પ લાઇન પર કોલ મળતા ઇડર તાલુકાના રતનપુર ગામે એક નીલગાયને બિન વારસી શ્વાન દ્વારા બચકા ભર્યા હતા. જેથી નીલ ગાય ઘાયલ થયેલ હતી. તેની જાણ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના ના પશુ ચિકિત્સક ડો. એઝજ મેમણ અને પાયલોટ કમ ડ્રેસર બલભદ્ર સિંહ રાઠોડ ને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નીલ ગાયની સારવાર કરી હતી. અને વન વિભાગ ને સોંપવામાં આવી હતી.
અબોલા બિન વારસી પશુ પક્ષીઓની સમયસર સેવા મળતા ગ્રામ જનો તથા જીવદયા પ્રેમીઓ અને દ્વારા આ નિ :શુલ્ક સેવાની પ્રશંસા કરી હતી.
****
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.