હળવદ નગરપાલિકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આન બાન સાનથી ઊજવાયો - At This Time

હળવદ નગરપાલિકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આન બાન સાનથી ઊજવાયો


રાજોધરજી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હળવદમાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન સાન સાથે કરવામાં આવી હતી.હળવદ નગરપાલિકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ આન બાન સાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. હળવદ નગરપાલિકાના સે.ઇ. કૌશિક પ્રજાપતિ વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું,ધ્વજવંદન સહીત વિવિધ કાર્યક્રમો રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોની સુરાવલી રેલાવી વાતાવરણને સંગીતમય બનાવી દીધુ હતું. દેશભક્તિ નીતરતા ગીતોથી ઉપસ્થિત તમામ નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગમાં રંગાયા હતા.

હળવદ પંથકમાં પ્રજાસતાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ઠેર ઠેર જગ્યાએ તિરંગાઓ લગાવવામાં આવ્યા હતા,સરકારી ઇમારતોને રોશની થી શણગારવામાં આવી હતી. આ પ્રસંગે રાજકીય અગ્રણી, ઉદ્યોગપતિ, સામાજિક આગેવાનો સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ બાળાઓએ રજૂ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર શહેરમાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આબાન સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હળવદ નગરપાલિકા સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી હતી..

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image