સ્વચ્છતા હી સેવા 2024 અન્વયે વિહાવાવ પાસે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રીન મિશનના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
સ્વચ્છતા હી સેવા 2024 અન્વયે બોટાદ જિલ્લામાં અવનવી સ્પર્ધાઓ, રેલીઓ, જાગૃતિલક્ષી કાર્યક્રમો, હોર્ડીંગ્સ અને બેનર્સ દ્વારા સ્વચ્છતા અંગે સંદેશાઓ આપીને સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વચ્છતાની સાથે સાથે પર્યાવરણના જતન અને સંવર્ધન માટે પણ બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિહાવાવ પાસે ગ્રીન મિશનના સહયોગથી “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા અંગે શપથ લઈને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા પ્રેરીત કરવામાં આવ્યા હતા. આ તકે ગ્રામલોકો દ્વારા 500 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી પાર્થવન ગોસ્વામી, શ્રી મહાસુખભાઈ કણજરીયા, શ્રી ભરતભાઈ ગોહિલ, શ્રી કિશોરભાઈ પાટીવાળા, શ્રી જીજ્ઞેશભાઈ બોળીયા તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકા ટીમ દ્વારા રચનાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.