લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિ પોતાની પત્નીની જગ્યાએ સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઇ ગયા - At This Time

લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિ પોતાની પત્નીની જગ્યાએ સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઇ ગયા


લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિ પોતાની પત્નીની જગ્યાએ સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઇ ગયાજ્યારથી મહિલા સરપંચ દ્વારા ચાર્જ સંભાળ્યો ત્યારથી તેમના વહીવટદાર પતિ આપખુદ શાસન ચલાવતા હોવાની બુમરાણ ઉઠી હતીલખતર ગ્રામ પંચાયતમાં આ ટર્મ મહિલા સરપંચની હોવાથી લખતર ગામના રંજનબેન ગંગારામ પટેલ સરપંચ તરીકે ચૂંટાયા હતા જ્યારથી રંજનબેન પટેલ દ્વારા સરપંચ તરીકે ચાર્જ સંભાળવામાં આવ્યો ત્યારથી તેમના પતિ ગંગારામભાઈ પટેલ વહીવટ સંભાળવા સાથે આપખુદ શાસન ચલાવતા હતા લખતર ગામના લોકોને મીડિયામા આપે તો કેમ મીડિયામાં આપો છો અરજી કેમ કરો છો તેમ કહી ધમકાવતા હોવાનું પણ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું લખતર ગામના બળવંતભાઈ વૈષ્ણવ અને તેમના પત્ની દયાબેન વૈષ્ણવ રજુઆત કરવા ગયા ત્યારે તેમને જાતિ અપમાનિત કરવામાં આવ્યા હતા ગંગારામભાઈ પટેલ તેમના પત્ની મહિલા સરપંચ હોવાછતા તેમની સહી કરતા હતા આ અંગે લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણીયાએ સ્ટ્રીગ ઓપરેશન કરતા તેઓને સહી કરતા કેમેરામાં ઝડપી લીધા હતા સાથે અરજદારે પણ સરપંચ પતિ સહી કરી હોવાનું સ્વીકારતા લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ શોભાના ગાંઠિયા સમાન છે તેમના વહીવટદાર પતિ ગંગારામભાઈ પટેલ વરમોરા વહીવટ કરે છે તે સાબિત થઈ જતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.