હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની અને ડીજીપી ગુજરાત ના કૉન્સેપ્ટ બાબતે મિટિંગ યોજાઈ - At This Time

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની અને ડીજીપી ગુજરાત ના કૉન્સેપ્ટ બાબતે મિટિંગ યોજાઈ


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની અને ડીજીપી ગુજરાત ના કૉન્સેપ્ટ બાબતે મિટિંગ યોજાઈ

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં આજે ડીવાયએસપી રીમા ઝાલા ની અધ્યક્ષતા હેઠળ સદર પોલીસ સ્ટેશન વિસ્તાર ના ઇલોલ,મહેરપુરા, વક્તાપુર,નવલપુર,સવગઢ,ઝહીરાબાદ, માલીવાડા, કનાઈ , વિરપુર વગેરે ગામના અગ્રણીઓ ની હાજરી માં શાંતિ સમિતિ ની મિટિંગ યોજાઈ જેમાં ડીવાયએસપી રીમા ઝાલા દ્વારા આગામી તહેવારો રથયાત્રા અને મોહર્રમ ની ઉજવણી સંલગ્ન વિસ્તારોમાં ભાઈચારો, એકતા અને સંપ થી ઉજવવા અંગે અપીલ કરવામાં આવી તેમજ આ તહેવારો દરમ્યાન કાયદો અને વ્યવસ્થા અંગે કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો જાણકારી આપવા અને તકેદારી ના પગલાં લેવાની ખાતરી આપી.
ગુજરાત ના ડીજીપી ના અસરકારક કૉન્સેપ્ટ *ત્રણ વાત તમારી-ત્રણ વાત અમારી* ને ઉપસ્થિત અગ્રણીઓ વચ્ચે રજૂ કરવામાં આવી.સદર કૉન્સેપ્ટ અનુસાર ડીવાયએસપી શ્રી એ પોક્સો ના કાયદા ની વિસ્તૃત છણાવટ કરી બાળકો અને યુવાનો ને તે અંગે બનાવો ન બને તેવી સરળ સમજ આપવા સલાહ આપી. કોઈપણ દસ્તાવેજ વિના વાહન, મિલકત વગેરે વેચાણ કે લેવડદેવડ થાય ત્યારે જાગૃત બની ધ્યાને રાખવાની બાબતો ની જાણકારી આપવામાં આવી.અને આજથી અમલી બનેલા નવા કાયદા હેઠળ પોલીસ દ્વારા કરવામાં આવનાર ડિજિટલ અને સોશિયલ મીડિયા ની કાર્યવાહી વિશે જાણકારી આપવામાં આવી. આ મિટિંગમાં ઉપસ્થિત પીએસઆઇ એસ.જે. ગોસ્વામી એ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ ના બનાવો ની જાણકારી આપવામાં આવી.ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વ્યાજખોરો, સાયબર ફ્રોડ અને આઈટી એક્ટ અને નવા કાયદા ના અમલીકરણ બાબતે સંવાદ કરી સ્પષ્ટતાઓ‌ મેળવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.