જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના મરામત કામગીરી યુદ્ધના ધોરણે - At This Time

જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના મરામત કામગીરી યુદ્ધના ધોરણે


જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના મરામત કામગીરી યુદ્ધના ધોરણે

જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે રાજય સરકાર દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના છે. અમરેલી જિલ્લામાં છેલ્લા થોડાં દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે. વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓના મરામત પ્રક્રિયા પૂરજોશમાં શરુ છે.સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં વરસાદે વિરામ લેતા જિલ્લામાં વાતાવરણમાં પૂર્વરત સ્થિતિ હતી. અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા વિવિધ રોડ-રસ્તા પર આસ્ફાલ્ટ પેચવર્ક અને મેટલ પેચવર્ક કામગીરી શરુ કરવામાં આવી છે.

અમરેલી-કુંકાવાવને જોડતા રસ્તા પર આસ્ફાલ્ટ પેચવર્ક દ્વારા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચાવંડ- લાઠી- અમરેલી- ધારી- કોડીનારને જોડતા રોડ પર આસ્ફાલ્ટ અને મેટલ પેચવર્ક કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સોનારિયા ગ્રામ્ય વિસ્તાર રોડ, બાબરા-વાસાવડ રોડ, રાજુલા બાયપાસ રોડ તેમ જ હિંડોરણા જંકશન, ચારનાળા-જાફરાબાદને જોડતા રસ્તા પર મેટલ પેચની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લામાં નુકશાન પામેલા નાના-મોટા રસ્તાઓના રિપેરીંગ, રિ-સરફેસીંગ, આસ્ફાલ્ટ પેચવર્ક, મેટલવર્ક કરવાની કામગીરી છેલ્લા બે દિવસથી પૂરજોશમાં શરુ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારને જોડતા રોડ-રસ્તા પર ખૂબ જ ઝડપથી ખાડા પૂરવાની કામગીરી આગળ ધપી રહી છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.