ખાનપુર તાલુકાના ઢોલ ખાખરા ગામ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ - At This Time

ખાનપુર તાલુકાના ઢોલ ખાખરા ગામ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ


મહીસાગર જિલ્લાની પ્રજાની સમસ્‍યાઓનો ઘર-આંગણે જઇ પારદર્શી અને સંવેદનાથી ઉકેલવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત ખાનપુર તાલુકાના ઢોલ ખાખરા ગામ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ હતી.

આ પ્રસંગે સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામ જનો સમક્ષ વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ કલેકટર શ્રીમતી નેહા કુમારી સમક્ષ સામૂહિક પ્રશ્નો રજૂ કર્યા હતા જેને કલેકટરશ્રીએ સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

આ સભામાં વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, પાણીની સમસ્યા, વાસમો, વીજળી, પશુ દવાખાના, વાહન વ્યવહાર, આંગણવાડી અને બેન્ક અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં મોટાભાગના પ્રશ્નોનો કલેકટર દ્વારા સંબંધિત અધિકારીને સુચના આપી નિકાલ કર્યો હતો

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરસી વી લટા, લુણાવાડા પ્રાંત અધિકારીઆનંદ પાટીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન, ખેતીવાડી અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, આરોગ્ય અધિકારી, પશુપાલન અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.