મારી વિરૂદ્ધના કેસ પરત ખેંચી લેજો નહિંતર આ ધારીયું સાથે જ રાખું છું કહી વેપારીને ધમકી
પોપટપરામાં આવેલ રાધિકા ડેરીના સંચાલકને સ્કોર્પિયોમાં ઘસી આવેલા રોણકીના ભરત કુગસીયાએ મારી વિરૂદ્ધના કેસ પરત ખેંચી લેજો નહિતર આ ધારીયું સાથે જ રાખું છું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પ્ર. નગર પોલિસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે નાના મવા રોડ પર ન્યુ ગાંધીનગર સોસાયટી શેરી નં.08 શાસ્ત્રી નગર પાછળ રહેતાં પ્રવીણભાઈ રવજીભાઇ કાકડીયા (ઉ.વ.56) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભરત રઘુ કુગસિયા (રહે. રોણકી) નું નામ આપતાં પ્ર. નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પોપટપરા શેરી નં- 13 માં રામજી મંદીર પાછળ રાધિકા ડેરી નામની દુકાન ધરાવી વેપાર કરે છે. અગાઉ તેમના ભાઈ વિરજીભાઇ કાકડીયા તેમજ તેમના પુત્ર અને તેમના સંબંધી સાથે પોપટપરા વિસ્તારમા રહેતા ભરત કુંગશીયાએ અને તેના સંબંધી દ્રારા ભુતવડની જમીન બાબતે માથાકુટ કરી હુમલો કરેલ હોય અને તે મામલે ફરીયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલું હોય અને ગઈ તા. 04 ના સવારના સમયે તેઓ અન્ય લોકો સાથે પોતાની દુકાને હતાં ત્યારે ભરત કુંગશીયા એક કાળા કલરની સ્કોર્પીયો ગાડીમાં દુકાને આવેલ અને ગાડીનો દરવાજો ખોલી તેની પાસે બોલાવી જણાવેલ કે, મારી સામે જેટલા કેસો કરવામા આવેલ છે તે કોર્ટમાથી પરત ખેંચી લેજો અને મારી સાથે સમાધાન કરી લ્યો, જો કોર્ટમાંથી કેસો પરત ખેચશો નહી તો હું તને અને તારા પરીવારના સભ્યોને જાનથી મારી નાંખીસ તેમજ સ્કોર્પીયો ગાડીમાં પડેલ લોખંડનુ ધારીયુ કાઢી બતાવી કહેલ કે, હું હથીયાર સાથે જ રાખુ છું તેમ ધમકી આપી નાસી છૂટ્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી એએસઆઈ ડી.વી.ખાંભલા અને સ્ટાફે વધું તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.