ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ પ્રેરિત તથા લાયન્સ ક્લબ ઓફ સિહોર ના સૌજન્ય થી સિહો ટેન્ડર થી શાળા નંબર 2 ની પેટા શાળાઓના વિદ્યાર્થીઓને રમત ઉત્સવ યોજાયો - At This Time

ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ પ્રેરિત તથા લાયન્સ ક્લબ ઓફ સિહોર ના સૌજન્ય થી સિહો ટેન્ડર થી શાળા નંબર 2 ની પેટા શાળાઓના વિદ્યાર્થીઓને રમત ઉત્સવ યોજાયો


ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ પ્રેરિત તથા લાયન્સ ક્લબ ઓફ સિહોર ના સૌજન્ય થી સિહોર કેન્દ્રવર્તી શાળા નંબર ૨ ની પેટા શાળા ઓ ના વિદ્યાર્થીઓ નો રમોતોત્સવ તા.૯ - ૧૧ -૨૫ ના રોજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ ગયેલ.
જે રમોતોત્સવ કાર્યક્રમ માં સિનિયર લાયન મેમ્બર્સ પુર્વ પ્રમુખ અશોકભાઈ ઉલવા ના હસ્તે ખુલ્લો મુકાયેલ.જેમાં લાયન ડો.પ્રતાપસિંહ સરવૈયા તથા લાયન ડો.કલ્પેશભાઈ ગૌસ્વામી તથા પ્રમુખ ડો.પ્રશાંત આસ્તિકે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને લાયન પુર્વ સેક્રેટરી ઉદયભાઈ વિસાની હાજર રહેલ.
આજ ના આ રમોતોત્સવ માં લાયન્સ ક્લબ દ્વારા ૨૨૫ બાળકો ને અને શિક્ષકોને ભોજન આપવામાં આવેલ તથા દરેક વિદ્યાર્થીઓ ને અને તમામ શિક્ષકોને લાયન્સ ના સિનિયર મેમ્બર્સ પી.એમ.જે.એફ.જયેશભાઈ ધોળકીયા દ્વારા બોલોપેન અને આકર્ષક ભેટ આપવામાં આવેલ.
આ રમોતોત્સવ માં વિદ્યાર્થીઓ વધુ લાભ લે અને બાળકોના વિકાસ માટે બધાજ મેમ્બર્સો ના સહકાર ની અપેક્ષા સાથે આ પ્રોજેક્ટ ને લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા કાયમી કરવાની જાહેરાત અશોકભાઈ ઉલવા તથા પ્રમુખ ડો પ્રશાંત બી.આસ્તિક દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.