નેત્રંગના મૌઝા ગામ ખાતે મકાનની ઉપરના ભાગે બનાવેલ ચોરખાનામાંથી હજારોની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો. - At This Time

નેત્રંગના મૌઝા ગામ ખાતે મકાનની ઉપરના ભાગે બનાવેલ ચોરખાનામાંથી હજારોની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.


નેત્રંગના મૌઝા ગામ ખાતે મકાનની ઉપરના ભાગે બનાવેલ ચોરખાનામાંથી હજારોની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગર તત્વો સામે પોલીસ વિભાગ એ તવાઈ બોલાવી છે, જિલ્લામાં છેલ્લા બે માસમાં અનેક સ્થળે પોલીસ વિભાગે દરોડા પાડી લાખોની માત્રાનો શરાબનો જથ્થો ઝડપી પાડી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એક બુટલેગર પોલીસના સંકજામાં આવ્યો છે.

નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ચુડાસમા તેમજ અન્ય પોલીસ જવાનોએ એક મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં મકાનના ઉપરના ભાગે સિમેન્ટની દીવાલ ઉભું કરી બનાવેલ ચોરખાનામાંથી હજારોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડયો છે.

નેત્રંગ પોલીસે મૌઝા ગામ ખાતે રહેતા બુટલેગર સંજય જગુભાઈ વસાવાની ધરપકડ કરી તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી શરાબ તેમજ બિયરના ટીન મળી કુલ ૨૯૮ નંગ બોટલ મળી ૨૯,૮૦૦ નો મુદ્દમાલ નો કબ્જો મેળવી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.