ગઠિયાએ પાડોશીની ઓળખ આપી ઇલેક્ટ્રીશિયન પાસેથી રૂ.23 હજાર ઓનલાઈન તફડાવી લીધા
ગઠિયાએ પાડોશીની ઓળખ આપી મદદના બહાને પહેલાં રૂપીયા ઉછીના લીધાં બાદ પરત આપવા એક બાદ એક લિંક મોકલી રૂ.23 હજારની છેતરપિંડી આચરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રેલનગરમાં રામેશ્વર પાર્ક શેરી નં.01 ગાયત્રી ડેરી વાળી શેરી ભગવતી હોલની બાજુમા રહેતા પિયુષભાઈ ગીરીશભાઇ ટાંક (ઉ.વ.37) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અલગ અલગ મોબાઈલ નંબરના ધારકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ઇલેકટ્રીક કામ કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવે છે.
ગઇ તા.10/12/2023 ના તે દ્વારકેશ સોસાયટી પાણીના ટાંકા પાસે રૈયાધાર ખાત ઇલેકટ્રીક વાયરિંગનું કામ કરવા માટે ગયેલ હતો ત્યારે મો. નં.9678623927 પરથી ફોન આવેલ અને જણવેલ કે, હું શીવેન્દ્રભાઇ બોલુ છુ અને તમે મને ઓળખો છો ? જેથી મે કહેલ કે હા હુ તમને ઓળખુ છુ તમે રેલ્વેમાં નોકરી કરો છો અને મારી બાજુની શેરીમા રહો છો તેમ વાત કરેલ હતી.
બાદમાં તેમને કહેલ કે, મારૂ એક કામ કરો મારો મિત્ર દવાખાનાની લાઇનમા ઉભો છે તેને પૈસાની જરૂરીયાત છે અને હુ અત્યારે બહાર છુ જેથી ત્યાં પહોંચી શકુ તેમ નથી અને મારા ખાતામાથી મારા મિત્રને પૈસા જતા નથી જેથી તમે મારી મદદ કરો કહીં તેને ફરિયાદીને કહેલ કે, તમારા એકાઉન્ટમાં રૂ.10 હજાર રૂપિયા નાખુ છુ, તમને એક નંબર આપુ છુ તમે તેમા પૈસા નાખી દેજો હું તમને રૂપીયા દસ મિનીટમા પાછા પરત આપી દઈશ તેમ વાત કરી તેમણે એક મો.નં.9963904554 આપેલ જેમાં ફરિયાદીએ રૂ.4 હજાર નાંખેલ હતા.
બાદમા શીવેન્દ્રભાઇએ કહેલ કે, તમે પૈસા ટ્રાન્સફર કર્યા બદલ આભાર હું તમને પૈસા પરત આપુ છુ, તમે તમારી બેંક ડીટેલ્સ મને આપો જેથી તેને બેંક ડીટેઇલ આપવાની ના પાડેલ હતી. તમને મોબાઇલ નંબર આધારે પૈસા આપ્યા છે તો તમે મારા મોબાઇલ નંબરમા પૈસા ટ્રાન્સફર કરી આપો જેથી તેમણે હા પાડેલ બાદ કહેલ કે વેરીફાઇ કરવા માટે તમારા ખાતામા એક રૂપિયો નાંખુ છુ, જેથી તેમણે એક રૂપિયાની પેટીએમ મારફતે લીંક મોકલેલ અને ફોન સ્પીકર ઉપર ચાલુ રાખવાનુ જણાવેલ બાદ લીંક પેટીએમમા આવતા તેમા ઓકે આપેલ અને યુ.પી.આઈ.તથા પાસવર્ડ માંગેલ પાસવર્ડ નાંખતા ખાતામાં રૂ.2 જમા થયેલ બાદમા 10 રૂપિયાની લીંક મોકલતા તેને લીંક ના મોકલો તમે ખાતામા પૈસા નાંખો કહેતાં શીવેન્દ્રએ જણાવેલ કે, આ પૈસા હુ મારા ક્રેડીટ કાર્ડમાંથી તમને ટ્રાન્સફર કરૂ છુ અને તમને હુ જે લીંક મોકલુ છુ તેમા પાસવર્ડ નાખો તો જ ખાતામા જમા થશે.
જેથી મે લીંકમા ઓકે આપી પાસવર્ડ નાંખતા ખાતામાં રૂ.20 જમા થઈ ગયેલ હતા. બાદમાં જણાવેલ કે, તમે મને આપેલા રૂ.4 હજાર, બીજા રૂ.10 હજાર જે ટ્રાન્સફર કરવાના છે જેની લીંક હું તમને મોકલુ છુ તેમ વાત કરતા થોડા વારમા લીંક મારા મોબાઇલમા આવેલ અને જેમા ઓકે આપી યુ.પી.આઈ. તથા પાસવર્ડ નાંખતા તેમના એકાઉન્ટમાંથી રૂ.14 હજાર કપાય ગયેલ હતા.
જેથી તેમને જણાવેલ કે, મારા ખાતામાંથી રૂ.14 હજાર કપાય ગયેલ છે, તેમણે કહેલ કે, ઉભા રહો હું તમને બધા પૈસા પાછા આપી દઉ અને ફરી હુ લીંક મોકલુ છુ જેથી બીજી લીંક મોકલેલ જેમાં પાસવર્ડ નાંખતા તેમના ખાતામાંથી રૂ.5 હજાર કપાય ગયાં બાદ ફરીવાર લિંક મોકલી રૂ.5 હજાર કાપી લીધાં હતા. જેથી અજાણ્યાં શખ્સે કુલ રૂ.23 હજારનું ફ્રોડ આચરી ફોન સ્વીચઓફ કરી નાંખ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.