વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મેડીકલ સાઘન સહાય કાર્યક્રમ નો શુભારંભ કરાયો છે - At This Time

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મેડીકલ સાઘન સહાય કાર્યક્રમ નો શુભારંભ કરાયો છે


વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મેડીકલ સાઘન સહાય કાર્યક્રમ નો શુભારંભ કરાયો

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, મોટાલીલીયા તાલુકાના ઈગોરાળા ગામે, જરૂરીયાત મંદ પરીવારો માટે મેડીકલ સાઘન સહાય કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવેલ. મુંબઈ ના જાણીતા દાતા શ્રી કિશોરભાઈ હરીભાઇ દડીયા પરીવાર ના આર્થિક સહયોગ થી ભોજલરામ મિત્ર મંડળ ઈગોરાળા ના, સેવા ભાવિ યુવાનો દ્રારા ભાવનગર, અમરેલી જિલ્લા ની બોર્ડર ઉપર અને સાવરકુંડલા, ગારીયાધાર અને મોટા લીલીયા ની સરહદે આવેલ અંતરીયાળ વિસ્તારમાં, આ મેડીકલ સાઘનો ની સુવિધા ઉભી થવાથી પાંચેક ગામ ના જરૂરીયાત મંદ લોકો આ કામગીરી આશીર્વાદ રૂપ બની રહેશે, તેમ સૌ ગ્રામ જનો એ જણાવેલ. આ લોકાર્પણ કાર્યક્રમ માં ગ્રામ જનો અને પ્રાથમિક શાળા પરીવાર ઉપસ્થિત રહેલ, તેમ ભોજલરામ મિત્ર મંડળ ઈગોરાળા ના પ્રમુખ શ્રી ચીમનભાઈ કાળુભાઇ સાવલિયા ની અખબારી યાદી માં જણાવેલ છે. ‌‌

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.