પૂજાની 'સેવા' સમાપ્ત:UPSCનો નિર્ણય, રોફ જમાવતી ટ્રેઇની IASને ઘરભેગી કરી, હવે ફરીવાર એક્ઝામ નહિ આપી શકે - At This Time

પૂજાની ‘સેવા’ સમાપ્ત:UPSCનો નિર્ણય, રોફ જમાવતી ટ્રેઇની IASને ઘરભેગી કરી, હવે ફરીવાર એક્ઝામ નહિ આપી શકે


વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી છે. આ સિવાય ખેડકરને ભવિષ્યની કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. UPSCએ પહેલાથી જ કાર્યવાહીના સંકેતો આપ્યા હતા
UPSC એ પહેલાથી જ આનો સંકેત આપ્યો હતો. યુપીએસસીએ કહ્યું કે જો પૂજા ખેડકર સામેના આરોપો સાચા જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે UPSCએ પૂજા ખેડકરને કારણ બતાવો નોટિસ પણ જાહેર કરી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે પૂજા ખેડકરની ઉમેદવારી કેમ રદ ન કરવી જોઈએ. પૂજા ખેડકર પર શું છે આરોપ?
તમને જણાવી દઈએ કે પૂજા ખેડકરની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી. તેમને અધિક મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ દિવસે ખેડકરના વર્તન વિશે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. પૂજા ખેડકર પર એવી સુવિધાઓની માગણી કરવાનો આરોપ હતો જેના માટે તે તાલીમાર્થી IAS અધિકારી તરીકે હકદાર ન હતી. આ સિવાય તેમના પર એક વરિષ્ઠ અધિકારીની ચેમ્બર પર કબજો કરવાનો પણ આરોપ છે. ખેડકર પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. અહેવાલ છે કે પૂજા ખેડકરને તેની અંગત ઓડી કારમાં લાલ બત્તી અને 'મહારાષ્ટ્ર સરકાર' પ્લેટ લગાવવામાં આવી હતી. પૂજા ખેડકર આ પ્રાઈવેટ કારમાં વાશિમના રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી. વિકલાંગતા પ્રમાણપત્ર સંબંધિત 4 વિવાદ UPSCએ પૂજા વિરુદ્ધ FIR નોંધાવી
UPSCએ પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરી છે. UPSCએ આરોપ લગાવ્યો છે કે પૂજાએ પોતાની ઓળખ બદલીને UPSC દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા વિરુદ્ધ બનાવટી, છેતરપિંડી, આઈટી એક્ટ અને ડિસેબિલિટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પૂજાએ પુણેના કલેક્ટર સામે કેસ દાખલ કર્યો
16મી જુલાઈના રોજ પૂજા ખેડકરે પુણેના કલેક્ટર સુહાસ દિવાસે વિરુદ્ધ હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી. પૂજા વિવાદોમાં ફસાઈ ગયા પછી પુણેના કલેક્ટરે તેની વાશીમમાં ટ્રાન્સફર કરી દીધી તેમજ પૂજાની તાલીમ પણ રદ કરવામાં આવી છે. પૂજાને 23 જુલાઈ સુધીમાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમીમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તે અહીં રહેશે. તાલીમાર્થી હોવા છતાં સાથી અધિકારીઓને ધમકાવવાનો પણ આરોપ
અગાઉ પૂજા ખેડકર પર પુણે કલેક્ટર કચેરીમાં તાલીમાર્થી હોવા દરમિયાન પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો અને પોતાના માટે એવી સુવિધાઓની માગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેનો તે હકદાર ન હતી. આ સિવાય તેના પર તેની આસપાસના લોકોને ડરાવવાનો અને તેની ખાનગી ઓડી કાર પર લાલ બત્તી અને મહારાષ્ટ્ર સરકાર લખેલાં સ્ટિકરો લગાવવાનો પણ આરોપ છે. ગયા અઠવાડિયે તથ્યો સાથે ચેડાં કરવા બદલ દિલ્હીમાં પૂજા ખેડકર સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. UPSC એ 2022ની પરીક્ષામાં તેની ઉમેદવારી રદ કરવા અંગે કારણ બતાવા નોટિસ જારી કરી છે અને ભવિષ્યમાં તેને પરીક્ષામાં હાજર રહેવાથી પ્રતિબંધિત કરવાનું પણ વિચારી રહી છે. પૂજા ખેડકરની માતા પર ખેડૂતોને ધમકાવવાનો આરોપ, 14 દિવસની કસ્ટડીમાં મોકલાઈ
પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની ખેડૂતોને પિસ્તોલથી ધમકાવવા અને જમીન હડપ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પુણે પોલીસે તેને સોમવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. 2023માં મનોરમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વીડિયોમાં મનોરમા એક ખેડૂતને જમીન બાબતે પિસ્તોલ બતાવીને ધમકાવતી જોવા મળી હતી. વીડિયો સામે આવ્યા બાદ જ્યારે તેની સામે કાર્યવાહીની માગ ઊઠી ત્યારે તે ફરાર થઈ ગઈ હતી. તે તેના ડ્રાઈવર સાથે મહાડ, રાયગઢમાં એક લોજમાં છુપાઈ ગઈ હતી. તેણે ડ્રાઈવરને પોતાનો પુત્ર ગણાવ્યો હતો. મનોરમાએ લોજમાં રૂમ બુક કરવા માટે નકલી આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો. પોલીસે 18 જુલાઈના રોજ આ લોજમાંથી તેની ધરપકડ કરી હતી. અગાઉ 19 જુલાઈએ સેશન્સ કોર્ટે આ જ કેસમાં પૂજા ખેડકરના પિતા દિલીપ કોંડિબા ખેડકરને 25 જુલાઈ સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. આ પણ વાંચો... કોણ છે IAS પૂજા ખેડકર, વિકલાંગ કેટેગરીમાંથી સિલેક્શન, પણ મેડિકલ નથી આપતા; 17 કરોડની મિલકત અને નોન-ક્રિમીલેયર ઉમેદવાર! મહારાષ્ટ્ર કેડરની 2022 બેચની IAS ઓફિસર પૂજા ખેડકરને લઈને કેટલાક નવા ઘટસ્ફોટ થયા છે. પુણેમાં પ્રશિક્ષણ દરમિયાન તેની માગણીઓને કારણે ચર્ચામાં આવેલી ખેડકરે ત્યારે વીઆઈપી નંબર, ઘર, ગાર્ડ અને ચેમ્બર માગ્યા હતા. વિવાદને પગલે સરકારે ખેડકરની વાશીમ ટ્રાન્સફર કરી દીધી હતી. સત્તાના દુરુપયોગના ગંભીર આરોપો વચ્ચે મીડિયા સાથેની તેની પ્રથમ વાતચીત સામે આવી છે. અત્યારસુધી તેમનાં ડિસેબિલિટી સર્ટિફિકેટ, નોન-ક્રીમી લેયર પર સવાલો ઊઠી રહ્યા હતા. હવે તેમનો મોક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. પૂજા ખેડકરે UPSC પરીક્ષામાં 821મો રેન્ક મેળવ્યો છે. આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.