પૂજા ખેડકર બાદ વિવાદોમાં ઘેરાયા ભૂતપૂર્વ IAS અભિષેક:જિમ-ડાન્સનો વીડિયો સામે આવ્યો, ત્યારે વિકલાંગ ક્વોટામાંથી સિલેક્શન પર પ્રશ્નો ઊભા થયા - At This Time

પૂજા ખેડકર બાદ વિવાદોમાં ઘેરાયા ભૂતપૂર્વ IAS અભિષેક:જિમ-ડાન્સનો વીડિયો સામે આવ્યો, ત્યારે વિકલાંગ ક્વોટામાંથી સિલેક્શન પર પ્રશ્નો ઊભા થયા


ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર પછી એક અન્ય ઓફિસર અભિષેક સિંહ વિવાદોમાં છે. અભિષેક પર ખોટાં સર્ટિફિકેટ બતાવીને વિકલાંગ ક્વોટામાંથી UPSCમાં સિલેક્શનનો આરોપ લાગી રહ્યો છે. અભિષેક 2011 બેચના IAS ઓફિસર છે, જોકે તેણે ઓક્ટોબર 2023માં રાજીનામું આપી દીધું છે. અભિષેક સિંહે સંઘ લોકસેવા આયોગ (UPSC)ની પરીક્ષા વિકલાંગ કેટેગરીમાંથી પાસ કરી હતી. તેણે લોકોમોટિવ ડિસઓર્ડર એટલે પોતે હરવા-ફરવામાં અક્ષમ જણાવ્યું હતું. અભિષેકે પોતાને એક્ટિંગ કરિયર માટે IASમાંથી રાજીનામું આપી દીધું હતું. અભિષેકના જિમ વર્કઆઉટ અને ડાન્સ કરવાના વીડિયોઝ વાઇરલ થઈ રહ્યા છે. ઓ પછીથી વિકલાંગ કેટેગરી હેઠળ તેના સિલેક્શન પર સવાલ ઊભા થવા લાગ્યા છે, જેનો જવાબ આપતાં અભિષેકે કહ્યું હતું કે લોકો મારા વિરુદ્ધ પોપગેંડા ચલાવી રહ્યા છે, જેને બંધ કરવા જોઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તમામ યૂઝર્સ PwBD-3 (પર્સન વિધ બેંચમાર્ક ડિસેબિલિટી) કેટેગરીનો હવાલો આપીને તેમની યોગ્યતા પર સવાલ ઊભા કર્યા છે, જેમાં સેરેબ્રલ પાલ્સી, કુષ્ઠ રોગ(લેપ્રોસી)થી ઠીક થયેલા લોકો, ઢીંગણા, એસિડ-એટેક પીડિત, મસ્કુલર ડિસ્ટ્રોફી અને હરવા-ફરવામાં મુશ્કેલી કરતી અન્ય કંડિશન સામેલ છે. એક યુઝરે લખ્યું, UPSCના ડાઉનફોલ(પતન)ની શરૂઆત થઈ ગઈ છે. પૂજા ખેડકર પછી હવે અભિષેક તેનું ઉદાહરણ છે. ડાન્સ કરનાર અભિષેકે લોકોમોટર ડિસેબિલિટી(PwBD-3) કેટેગરી હેઠળ UPSC પાસ કરી રોશન રાય નામના એક યુઝરે લખ્યું, વિકલાંગતા ક્વોટાથી IAS બન્યા પછી જિમમાં વજન ઉપાડી રહ્યા છો? થોડું જ્ઞાન આપો, ડોક્ટર પણ અભ્યાસ કરીને બીજા દર્દીઓની મદદ કરશે, સાથે જ થોડા યુઝર્સ અભિષેકના સિલેક્શન પાછળ તેમનાં માતા-પિતાનો હાથ જણાવી રહ્યા છે. આખા પરિવારમાં એકમાત્ર IAS
આ તમામ આરોપોનો જવાબ આપતાં અભિષેક સિંહે X પર લખ્યું, જોકે મને કોઈની આલોચનાથી ફરક પડતો નથી. આ મારા જીવનકાળમાં પહેલીવાર છે, જ્યારે હું મારા આલોચકોને જવાબ આપી રહ્યો છું. તમે એવું કહ્યું હતું કે મારા પિતાજી IPS અધિકારી હતા એટલે મને ફાયદો મળ્યો. તમને જણાવી દઉ કે મારા પિતાજી એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી બહાર આવીને PPS અધિકારી બન્યા, IPSમાં પ્રમોટ થયા હતા. પોતાના આખા પરિવારમાં એકમાત્ર IASમાં સિલેક્ટ થયા. અભિષેકે કહ્યું- આ નકલી પ્રોપગેંડા બંધ કરો
અભિષેકે લખ્યું, તમને એ પણ જણાવી દઉ કે UPSCમાં કોઈ ડોમિસાઈલ સર્ટિફિકેટની જરૂર નથી. જેણે UPSC આપ્યું છે તેઓ આ વાત જાણે છે. તો આ ખોટો પ્રોપગેંડા બંધ કરો. કોઈને ગમે તે પ્રશ્નનો જવાબ આપવા હું તૈયાર છું. મને જે યોગ્ય લાગે છે એ હું કરું છું અને કરતો રહીશ. કળા અને સમાજસેવા મારી રુચિ છે અને હું તેના માટે સતત પ્રયત્નશીલ છું. પહેલા તમે મારી જાતિ પર સવાલ કર્યો અને કહ્યું કે હું જૂઠો છું, પછી તમે કહ્યું કે હું મારી નોકરી પાછી માગું છું અને હવે તમે કહો છો કે મેં આરક્ષણમાંથી નોકરી લીધી છે. 'મેં જે કંઈ હાંસલ કર્યું એ મેં જાતે કર્યું'
અભિષેકે કહ્યું, ભવિષ્યમાં મારા પર આરોપ લગાવતાં પહેલાં બેવાર વિચાર કરો, હું મૂર્ખ નથી, જેથી ડરીને બેસી રહું. હું મારી પ્રતિભા, મારા આત્મવિશ્વાસ અને મારી હિંમતના બળ પર આગળ વધી રહ્યો છું, કોઈના પિતાના બળ પર નહીં. મેં મારા જીવનમાં જે કંઈ મેળવ્યું છે એ કોઈ અનામતના આધારે નહીં, પણ મારા બળ પર મેળવ્યું છે. બીજી તરફ, તાલીમાર્થી IAS પૂજા ખેડકરના કિસ્સામાં મનોજ દ્વિવેદીના નેતૃત્વમાં એક પેનલની રચના કરવામાં આવી છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DOPT)ના અધિક સચિવ છે, જે તેના દસ્તાવેજોની તપાસ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.