CMને કેક-સમોસા ન મળ્યાં, CID તપાસ થઈ:મુખ્યમંત્રીને આપવાનો નાસ્તો સ્ટાફને પિરસાતા વિવાદ, સરકાર વિરોધી કૃત્ય ગણાયું; 5 પોલીસકર્મીને નોટિસ - At This Time

CMને કેક-સમોસા ન મળ્યાં, CID તપાસ થઈ:મુખ્યમંત્રીને આપવાનો નાસ્તો સ્ટાફને પિરસાતા વિવાદ, સરકાર વિરોધી કૃત્ય ગણાયું; 5 પોલીસકર્મીને નોટિસ


હિમાચલમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ માટે લાવવામાં આવેલ નાસ્તો તેમના સ્ટાફને પીરસવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મામલો એ હદે વધી ગયો કે CIDના વરિષ્ઠ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ભૂલ સરકાર વિરોધી કૃત્ય છે. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિવાદ ત્યારે થયો જ્યારે 21 ઓક્ટોબરે મુખ્યમંત્રી સુખુ સિમલામાં CID હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તે દિવસે મુખ્યમંત્રી માટે લાવેલાં સમોસા અને કેક તેમના સ્ટાફને પીરસવામાં આવ્યાં હતાં. આવી સ્થિતિમાં કાર્યક્રમમાં હાજર CM અને VVIP મહેમાનોને નાસ્તો મળી શક્યો ન હતો. હવે આ મામલો નોકરિયાત વર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે વિવાદ થયા બાદ 5 પોલીસકર્મીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમને 10 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ પોલીસકર્મીઓના જવાબના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આખો મામલો સ્ટેપ બાય સ્ટેપ જાણો... IGએ CM માટે SIને કેક-સમોસા લાવવા કહ્યું
CIDના તપાસ રિપોર્ટ મુજબ, સિમલાના લક્કર બજારમાં સ્થિત હોટેલ રેડિસન બ્લુમાંથી મુખ્યમંત્રી સુખુ માટે સમોસા અને કેકનાં 3 બોક્સ લાવવામાં આવ્યાં હતાં. તે સમયે એક IG રેન્કના અધિકારીએ પોલીસના સબ ઇન્સ્પેક્ટર (SI)ને મુખ્યમંત્રી માટે હોટલમાંથી કેટલીક ખાદ્યસામગ્રી લાવવા કહ્યું હતું. SIએ આગળ ASI અને કોન્સ્ટેબલને મોકલ્યા
બદલામાં SIએ એક મદદનીશ એસઆઈ (ASI) અને હેડ કોન્સ્ટેબલને નાસ્તો લાવવા કહ્યું. આ પછી ASI અને હેડ કોન્સ્ટેબલ હોટલ રેડિસન પહોંચ્યા અને ત્યાંથી 3 સીલબંધ બોક્સમાં નાસ્તો લાવ્યા. CID હેડક્વાર્ટર પરત ફર્યા બાદ આ માહિતી SIને આપવામાં આવી હતી. SIએ ઈન્સ્પેક્ટરને સામાન આપ્યો, ઉચ્ચ અધિકારીઓને પૂછ્યા વગર વહેંચી દીધો
હોટલમાંથી નાસ્તો લીધા પછી SIએ તે લેડી ઈન્સ્પેક્ટરને આપ્યો. મહિલા નિરીક્ષકે આ નાસ્તો મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (MT)ને મોકલ્યો. મહિલા નિરીક્ષકે આ અંગે કોઈ ઉચ્ચ અધિકારીને જાણ કરી ન હતી. CMના આગમન બાદ SIની હાજરીમાં તમામ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન આ નાસ્તો ઘણા લોકોના હાથમાં ગયો, પરંતુ કોઈએ તેને મુખ્યમંત્રી માટે લાવવા પર ધ્યાન આપ્યું નહીં. પોલીસે ટૂરિઝમ કોર્પોરેશનના કર્મચારી પર દોષનો ટોપલો ઢોળ્યો
પોલીસ અધિકારીઓએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓએ ફરજ પરના પ્રવાસન નિગમના કર્મચારીઓને પૂછ્યું કે, શું મુખ્યમંત્રીને 3 બોક્સમાં નાસ્તો પીરસવામાં આવશે, તો તેઓએ કહ્યું કે તેઓ મેનુમાં સામેલ નથી. તપાસ રિપોર્ટમાં લખ્યું- આ CID-સરકાર વિરોધી કામ
તપાસ અહેવાલમાં જણાવાયું છે કે SIને મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલા નાસ્તાની જાણ હતી. રસપ્રદ વાત એ છે કે, CID વિભાગના એક અધિકારીએ તેમની ટિપ્પણીમાં લખ્યું છે કે તપાસ રિપોર્ટમાં નામ આપવામાં આવેલા તમામ વ્યક્તિઓએ CID વિરોધી અને સરકાર વિરોધી કામ કર્યું હતું, જેના કારણે આ વસ્તુઓ VVIPને આપી શકાય નહીં. CMના સમોસા પર ભાજપનો ટોણો
ભાજપના ધારાસભ્ય અને મીડિયા વિભાગના પ્રભારી રણધીર શર્માએ કહ્યું કે, હિમાચલના લોકો ચિંતિત છે અને સરકાર મુખ્યમંત્રીના સમોસાને લઈને ચિંતિત છે તે હાસ્યજનક છે. એવું લાગી રહ્યું છે કે સરકારને વિકાસના કોઈ કામની ચિંતા નથી. ચિંતા માત્ર ખોરાકની છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં મુખ્યમંત્રી સુખુ માટે લાવવામાં આવેલા સમોસા સંબંધિત એક ઘટનાએ વિવાદને જન્મ આપ્યો છે. સમોસા આકસ્મિક રીતે તેમના બદલે મુખ્યમંત્રીના સિક્યોરિટી સ્ટાફ પાસે પહોંચી ગયાં હતાં, જેના કારણે CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં આ ભૂલને સરકાર વિરોધી કૃત્ય ગણાવી હતી. સરકાર વિરોધી કૃત્ય એ પોતાનામાં એક મોટો શબ્દ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.