યુવરાજનગર અને પુનિતનગર પાસે દારૂ સાથે બે ઝબ્બે: નરસંગપરામાંથી બે પીધેલા ઝડપાયા - At This Time

યુવરાજનગર અને પુનિતનગર પાસે દારૂ સાથે બે ઝબ્બે: નરસંગપરામાંથી બે પીધેલા ઝડપાયા


શહેરમાં દારૂના ત્રણ અલગ-અલગ દરોડામાં પોલીસે ચાર શખસોને ઝડપી લીધા હતાં. આજીડેમ પોલીસે યુવરાજનગરમાંથી, તાલુકા પોલીસે પુનિતનગર મેઇન રોડ પરથી દારૂ ઝડપી લીધો હતો.
જ્યારે પ્ર.નગર પોલીસે નરસંગપરામાંથી બે શખ્સોને દારૂની બોટલ અને પિધેલી હાલતમાં ઝડપી લીધા હતાં.
દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, યુવરાજનગર ખોડીયાર હોટલ પાસેથી આજીડેમ પોલીસ મથકના સ્ટાફે દારૂની બોટલ સાથે અજય ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.33, રહે. યુવરાજનગર શેરી નંબર 2) ને ઝડપી લીધો હતો.
જ્યારે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે જૂની કલેકટર કચેરી પાછળ નરસંગપરા શેરી નંબર 2 પાસે થી બે બોટલ દારૂ સાથે રાકેશ હસમુખભાઈ ચંદારાણા (ઉ.વ 44રહે. નાણાવટી ચોક) પાસે અને ભાવેશ નારણભાઈ પરમાર (ઉ.વ 33 રહે. મોરબી રોડ, ધોળકિયા સ્કૂલ પાસે) ને ઝડપી લીધા હતા. તાલુકા પોલીસ મથકના સ્ટાફે પુનિતનગર મેઇન રોડ પર અમીધન પાર્ક પાસેથી સિદ્ધરાજસિંહ બટુકસિંહ ઝાલા(ઉ.વ 28 રહે. સીતારામ પાર્ક શેરી નંબર-1) ને ત્રણ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.