યુપી ભાજપમાં ફાંટા:એક બાજુ યોગી રાજ્યપાલને મળ્યા અને બીજી બાજુ અમિત શાહ PM મોદીને મળ્યા; કેશવના બળવાખોર વલણ બાદ રાજકીય હિલચાલ વધી
કેશવ મૌર્યના સતત બળવાખોર વલણ બાદ ઉત્તરપ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે ઉત્તરપ્રદેશમાં સરકાર અને સંગઠન વચ્ચેની વર્તમાન તકરારનો રિપોર્ટ સોંપ્યો છે. અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા માટે રાજભવન પહોંચ્યા છે. આ પહેલાં યોગીએ યુપીમાં દસ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને મંત્રીઓ સાથે બેઠક કરી હતી. લોકસભા ચૂંટણીમાં બીજેપીને સીટોના જંગી નુકસાનથી આ ખેંચતાણ જોવા મળી રહી છે. ભાજપ અને સહયોગી પાર્ટીના નેતાઓ ઉત્તરપ્રદેશ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. પછાત વર્ગના સૌથી મોટા નેતા કેશવ મૌર્ય સતત યોગી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેઓ વારંવાર કહી રહ્યા છે કે સરકાર કરતાં કાર્યકરો અને સંગઠન મોટું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.