વિછીયા તાલુકાના વનાળા પ્રાથમિક શાળામાં સંજયભાઈ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું
વિછીયા તાલુકા ની વનાળા પ્રાથમિક શાળામાં અને સનાળા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકોને સંજયભાઈ જીવણભાઈ ભીમાણી દ્વારા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વનાળા ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સંજયભાઈ ભીમાણી (પ્રજાપતિ) દ્વારા ગયા વર્ષે પણ બાળકોને ભરપેટ પાઉભાજી ખવડાવી હતી. અને ગઈકાલે એટલે કે તારીખ 03/09/2024 ને મંગળવાર ના રોજ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી ઉત્તમ સેવાકીય કાર્ય કરીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તકે વનાળા પ્રાથમિક શાળાના સ્ટાફ અને સમગ્ર ગ્રામ જનોએ સંજયભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.