યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ પરીક્ષાના દિવસે જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત રહેશે - At This Time

યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ પરીક્ષાના દિવસે જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત રહેશે


યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ પરીક્ષાના દિવસે જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત રહેશે

રાજકોટ તા. ૦૫ જુલાઈ - યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તા.૭ જૂલાઇના રોજ રાજકોટ ખાતે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન માટે પર્સનલ આસિસ્ટન્ટ તથા એમ્પ્લોયસ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન માટે નર્સિંગ ઓફીસરની પરીક્ષા વિવિધ કેન્દ્ર ખાતે યોજાશે. આ અંગે જિલ્લા પુરવઠા કચેરી ખાતે પરીક્ષાના દિવસ દરમિયાન કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેના ફોન નં.૦૨૮૧-૨૪૭૬૮૯૧ છે.
પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો માટે પેપર શરૂ થવાના ૩૦ મિનીટ પહેલા પ્રવેશ બંધ કરવામાં આવશે. ઇ-એડમીટ કાર્ડ વગર કોઇ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહી. મોબાઇલ ફોન, અન્ય આઇ.ટી. કે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટસ, સ્માર્ટ/ડિજીટલ વોચ, બુક્સ, બેગ્સ, કોઈ કિંમતી વસ્તુઓ (ઇ-એડમીટ કાર્ડમાં છપાયેલ સુચનાની વિગતે) વિ. સાથે પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ પ્રતિબંધીત છે.
ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની અંદર ફક્ત ઇ-એડમીટ કાર્ડ, પેન, પેન્સીલ, આઈડેન્ટી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ તેમજ ઇ-એડમીટ કાર્ડમાં જણાવેલ વસ્તુઓ જ લઇ જઇ શકાશે. તેમ નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.