પામોલીન તેલમાં 130 વધ્યા તો ગાંઠિયા-ફરસાણમાં 40 વધારી દીધા; 410 ઘટ્યા છતાં ગ્રાહકોને કોઈ ફાયદો નહિ
તેલના ભાવ ઘટ્યા બાદ પણ ગાંઠિયામાં રૂ.450 અને ફરસાણનો ભાવ રૂ.240 વસૂલાય છે.
છેલ્લા કેટલાક દિવસથી પામોલીન સહિતના ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળે છે. માર્ચ મહિનામાં પામતેલનો ભાવ રૂ.2370 હતો તો એપ્રિલ મહિનામાં તેલનો ભાવ રૂ.2500 થયો હતો. ડબ્બે રૂ.130નો ભાવવધારો થતાં જ ગાંઠિયા અને ફરસાણમાં રૂ.40નો ભાવવધારો કિલો દીઠ કરી દેવાયો હતો. છેલ્લા 25 દિવસમાં પામોલીનમાં રૂ.410 નો ભાવઘટાડો થયો છે. છતાં ગાંઠિયા અને ફરસાણમાં ગ્રાહકોને કોઈ ફાયદો થયો નથી. આ અંગે વધુ માહિતી આપતા તેલના વેપારી ભાવેશભાઈ પોપટ જણાવે છે કે, જે જરૂરિયાત છે તેમાં 65 ટકા હિસ્સો ઈમ્પોર્ટ તેલનો છે. જેમાં પામ, સોયાબીનનો સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.