રાજકોટમાં સરસ્વતી શૈક્ષણિક સંકુલના લંપટ આચાર્યે ઓફિસનો દરવાજો બંધ કરી અડપલાં કર્યાં, પોલીસે દબોચી લીધો - At This Time

રાજકોટમાં સરસ્વતી શૈક્ષણિક સંકુલના લંપટ આચાર્યે ઓફિસનો દરવાજો બંધ કરી અડપલાં કર્યાં, પોલીસે દબોચી લીધો


રાજકોટમાં શિક્ષણ જગતને લાંછનરૂપ વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યએ પોતાની ઓફિસમાં દરવાજો બંધ કરી એક બે નહીં પરંતુ ચાર-ચાર સગીર વયની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. બનાવ અંગે ફરિયાદ દાખલ કરી પોલીસે આરોપી લંપટ પ્રિન્સિપાલને દબોચી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી લંપટ આચાર્ય રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો નેતા છે અને પોતે ગત રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.