**તંત્ર પ્રજાને આપ્યા ધૂળ-કાંકરા: નગરજનોને શ્વાસ લેવામાં પણ તકલીફ, વહીવટીતંત્ર મસ્ત**
**તંત્ર પ્રજાને આપ્યા ધૂળ-કાંકરા: નગરજનોને શ્વાસ લેવામાં પણ તકલીફ, વહીવટીતંત્રને AC રૂમમાં મસ્ત*
ઝાલોદ ન.પાલિકાના વહીવટીતંત્રએ કોન્ટ્રાકટરોએ રોડ રીપેરીંગ માટે કાંકરા અને માટી નાખી, વાહનો પસાર થતાં ધૂળનું સામ્રાજ્ય બાંસવાડા રોડ ઉપર જણાય આવે છે, હવે ફરી એ જ આંખમાં ધૂળ નાખવાની જહેમત પાક્કું કામ ક્યારે?
ઝાલોદ નગરમા ખાડા બાદ ધૂળની સમસ્યા
લોકોના સ્વાસ્થ સાથે ચેડા
ખરાબ રસ્તાથી ક્યારે મળશે મુક્તિ?
મજબૂત વાયદા,હકીકત ધૂળ અને કાંકરા?
તંત્ર નાગરિકોની સુવિધા નહીં પણ દુવિધા વધારવા કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ બાદ ખાડા પડયા તેનાથી છુટકારો નથી થયો ત્યાં ખાડા એ રીતે પુરાવામાં આવી રહ્યા છે કે ધૂળ ખાઈને શ્વાસની બીમારી થઇ જાય તેવી તંત્રની બેદરકારી સામે આવી છે. ધૂળિયા રોડને કારણે ઊડતી ડમરીઓથી વાહન ચાલકો સહિત નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.