એન્કરવાલા અહિંસાધામ દ્રારા નંદીસરોવર ખાતે વૃક્ષારોપણનું આયોજન - At This Time

એન્કરવાલા અહિંસાધામ દ્રારા નંદીસરોવર ખાતે વૃક્ષારોપણનું આયોજન


એન્કરવાલા અહિંસાધામ દ્રારા નંદીસરોવર ખાતે વૃક્ષારોપણનું આયોજન

એન્કરવાલા નંદીસરોવર ખાતે પાંચ લાખ વૃક્ષોના બનતા અભયારણ્યમાં ૧૫ જૂનથી ૧૫ જુલાઇ ૨૦૨૪ દરમિયાન ૪૫ હજાર દેશી વૃક્ષોનું રોપણ કરાશે.

ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કરવાલા અહિંસાધામ, પ્રાગપર રોડ, છેલ્લા ૩૩ વર્ષથી અબોલ જીવોની સેવા, જીવદયા, પશુરક્ષા, પર્યાવરણ રક્ષા, વૃક્ષારોપણ, પાણી બચાવ જેવા નોંધપાત્ર કાર્યો કરી રહી છે. હાલમાં સંસ્થા દ્વારા નંદીસરોવર ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું છે.અહી પાંચ લાખ વૃક્ષોના બનતા અભયારણ્યમાં ૧૫ જૂન થી ૧૫ જુલાઇ ૨૦૨૪ દરમિયાન ૪૫,૦૦૦ દેશી વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવાનું લક્ષ્ય છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈએ જણાવ્યુ છે કે, “આ ભગીરથ કાર્યમાં તમામ રીતે સહયોગ આપી જોડાવો. ચાલો આપણે બધા સાથે મળી કચ્છને નંદનવન બનાવીએ.”સંસ્થાની વૃક્ષ દત્તક યોજનામાં એક વૃક્ષના સ્કુલના વિધાર્થીઓ માટે રૂ.૧૧૦૦, સંસ્થાઓ માટે રૂ.૨૧૦૦ અને મુલાકાતીઓ માટે રૂ.૨૭૦૦નું ડોનેશન રાખવામાં આવ્યું છે. સ્કુલો, કોલેજો, સંસ્થાઓ, સંઘો ગ્રુપમાં આ યોજનાનો લાભ લઈને રોજના ૧૫૦૦ જેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કરી શકે છે. આ માટે ખાડા તૈયાર છે, રોપા તૈયાર છે અને પાણીની પુરતી વ્યવસ્થા છે, તો દાતાઓને લાભ લેવા વિંનતી. એક મહિનામાં 45 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું છે.સંસ્થાના પ્રમુખ હરેશભાઈ વોરાએ અપીલ કરતા જણાવ્યું છે કે,“આપના જન્મદિવસે, લગ્નદિવસે કે સ્વજનોની પુણ્યતિથિ નિમિતે વૃક્ષ દત્તક યોજનાનો લાભ લઈ પર્યાવરણરક્ષા, પક્ષીરક્ષાના કાર્યમાં સહભાગી બની સહયોગ આપી શકો છો. વૃક્ષોની રક્ષા સંસ્થા તરફથી કરવામાં આવશે. વૃક્ષ કેટલું ઉપયોગી છે, એના શું ફાયદા છે, એ આપ સૌને જાણકારી છે.”આ વૃક્ષારોપણ અભિયાનમાં સહયોગ આપવા દાતાઓને વિનમ્ર અપીલ છે. વૃક્ષ દત્તક યોજનાનો લાભ લેવા સંસ્થાના સીઈઓ ગીરીશભાઈ નાગડા મો.૯૯૨૫૬ ૨૧૧૦૮ અને મેનેજર રાહુલભાઈ સાવલા મો.૯૫૩૭૧ ૧૬૪૩૭,પર સંપર્ક કરવા સંસ્થા દ્રારા જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.