શ્રી કાળાસર કુમાર અને કન્યા પ્રા.શાળામાં 76 માં પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણી : ગ્રામજનોએ 1,19,745 દાન આપીને શાળાના વિકાસને વેગ આપ્યો
શ્રી કાળાસર કુમાર અને કન્યા પ્રા.શાળામાં 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ હતી, જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી અને કાર્યક્રમ નિહાળ્યો હતો. આ સાથે ડોકટરો અને સોફ્ટવેર એન્જિનિયર દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તથા કુમાર અને કન્યા પ્રા.શાળામાં આપેલ દાતશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને ગ્રામ જનોએ ફાળો આપી શાળાનો વિકાસ કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં 26800 ગ્રામજનોનો ફાળો, 62675 કોટાસ્ટોન પથ્થરનો ફાળો, 25,100 ડૉકટરો અને એન્જિનિયર દ્વારા ફાળો, 5170 ગ્રામજનો દ્વારા બાળકોને ભેટ
થઈને કુલ 1,19,745 રૂપિયાનું દાન આપી સેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. આ તકે કુમાર અને કન્યા પ્રા.શાળાના આચાર્ય અને સ્ટાફગણએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
