વિસાવદર તા.પ.ના તત્કાલિન પ્રમુખે કરેલા કામમાં જબરું કૌભાંડ ની શંકા વચ્ચે સ્ટોપ પેમેન્ટની અરજી અપાઈ - At This Time

વિસાવદર તા.પ.ના તત્કાલિન પ્રમુખે કરેલા કામમાં જબરું કૌભાંડ ની શંકા વચ્ચે સ્ટોપ પેમેન્ટની અરજી અપાઈ


વિસાવદર તા.પ.ના તત્કાલિન પ્રમુખે કરેલા કામમાં જબરું કૌભાંડ ની શંકા વચ્ચે સ્ટોપ પેમેન્ટની અરજી અપાઈવિસાવદર તાલુકા પંચાયતના તત્કાલીન પ્રમુખ નીતિનભાઈ નાથાભાઈ કપુરીયા સામે વિસાવદર પત્રકાર મુકેશભાઈ રીબડીયાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી તેમના દ્વારા કરવામાં આવેલ કામોની તપાસ કરવા અને એસ્ટીમેન્ટ મુજબના કામો ન થયેલ હોય તેમજ જે જગ્યાના કામો જે રીતે મંજુર થયેલ હોય તે રીતે અને તે જગ્યાએ થયેલ ન હોય આવા કામોની પૂરતી તપાસ કરવા અને કરેલ કામોની ગુણવત્તા ચકાસી કોલેટી કન્ટ્રોલમાં સેમ્પલો અમારી હાજરીમાં કલેક્ટ કરી તેનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરાવવા અને તે દરમિયાન આવા કામોનું પેમેન્ટ નહિ કરવા લેખિત રજુઆત કરતા ખળભળાટ મચી ગયેલ છેઆ અંગેની વિગતો મુજબ આ વ્યક્તિ ના શાસનકાળ દરમ્યાન પોતે હોદા ઉપર હોય પંચાયત ના કોઈ કામો કરી આર્થિક લાભ લઇ શકાય નહીં એમ છતાં આર્થિક લાભ લીધેલો હોવાની અરજીમાં રજુઆત કરાઈ છે. જેમાં મોટી મોણપરી, બરડીયા, હરિપુર,લીમધા,ખાભા,પિયાવા સહિતના ગામોમાં સી.સી.રોડના તથા પેવર બ્લોકના કામોમાં તપાસની માંગણી કરવામાં આવેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.